કોઈ પણ વસ્તુની યોગ્ય જાળવણી ના થાય તો કેટલું મોટુ નુકસાન થઇ શકે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પાકો શેડ ન હોવાથી અને કથિત રીતે ઉંદરો એ વાયરિંગને નુકસાન પહોંચાડતા ફાયર વિભાગ નું 9 કરોડનું મશીન બંધ થઇ ગયું છે.
વડોદરા શહેરનો વ્યાપ વધી રહ્યો છે
હાઈરાઇઝ બિલ્ડીંગ પણ વધી રહી છે ત્યારે પાલિકાએ 2013માં બે હાઈડ્રોલિક મશીન ખરીદ્યા હતા જેથી હાઈ રાઇઝ ઇમારત માં આગ લાગે તો રેસ્ક્યુ કરી શકાય. પરંતુ મકરપુરા જી આઈ. ડી. સી.મા મુકવામાં આવેલ હાઈડ્રોલિક પ્લેટફોર્મ મશીન જે ફીન લેન્ડ થી 9 કરોડ ના ખર્ચે ખરીદવામાં આવ્યું. જેમાં ઉંદરો એ મશીનરીને નુકસાન પહોંચાડ્યા હોવાની વાત સામે આવી છે પરંતુ ફાયર વિભાગ નું કહેવું છે કે ફક્ત સેન્સર બગડ્યું છે જેના કારણે એ ઓપરેટ કરી શકાય તેમ નથી અને બગડેલા વાહન થી રેસ્ક્યુ માટે જવાય એ ફાયર વિભાગ ક્યારેય ન કરે. હવે આ મશીન ના રીપેરીંગ નો ખર્ચ 45.95 લાખ આવશે જેની દરખાસ્ત પાલિકા માં પાસ થઇ ગઇ છે. જો યોગ્ય બંધ અને પાકો શેડ હોય તો આવા મોંઘા મશીનો ની આવરદા વધે. એટલે પાકા શેડ ની માંગ પાલિકા પાસે કરવામાં આવી છે.