વડોદરામાં ડિજિટલ એરેસ્ટ અંગેની એક ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આરોપીઓ પોતાની ખોટી ઓળખ આપીને વૃદ્ધને તેમનું આધાર કાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું હોવાનું કહીને તેમની બેંક સહિતની વિગતો મેળવી હતી. ત્યાર બાદ આ વૃદ્ધના અલગ અલગ ખાતામાંથી 23 લાખ રૂપિયા પડાવ્યા હતાં. આ કેસની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી હતી અને આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો.
સાયબર ક્રાઈમની ટીમે 18 લાખ રૂપિયા રિકવર કર્યાં
પોલીસે આરોપીને ઝડપીને તેની પુછપરછ કરી હતી. જેમાં તેણે અનેક ખુલાસાઓ કર્યા હતાં. તે એક કે બે મહિના માટે મકાન ભાડે રાખતો હતો. આ ભાડાના સરનામા પર તે બેંકનું ખાતું ખોલાવતો હતો. ડિજિટલ એરેસ્ટના આરોપીઓ આ ખાતામાં લોકો પાસેથી નાણાં મંગાવતા હતાં. આરોપીએ પોતાના વતનના લોકોના નામે પણ ખાતા ખોલાવ્યા હતાં. તેણે વડોદરાના સરનામે પાંચ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતાં. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિવિધ સરનામે 15 ખાતા ખોલાવ્યા હતાં. વડોદરામાંથી એક વ્યક્તિ પાસેથી તેણે 23 લાખ પડાવ્યા હતાં. તેની પાસેથી સાયબર ક્રાઈમની ટીમે 18 લાખ રૂપિયા રિકવર કર્યાં છે.
એકાઉન્ટમાં 50 લાખથી વધુ રૂપિયાનું ટર્ન ઓવર
આરોપીના બેંક એકાઉન્ટ અંગે 10થી વધુ ફરિયાદો મળી હતી. તેના એકાઉન્ટમાં 50 લાખથી વધુ રૂપિયાનું ટર્ન ઓવર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી અગાઉ બેંક ખાતાની કીટ અને સિમકાર્ડ સપ્લાય કરતો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ, લેપટોપ, ચેકબુક,પાસબુક સહિતના દસ્તાવેજો કબ્જે લેવાયા છે. સાયબર ક્રાઈમે ફરિયાદીને 23 લાખ રૂપિયાના ફ્રોડમાંથી 18.86 લાખ રૂપિયા રિફંડ કરાવ્યા છે.
[ad_1]
Source link