વડોદરાના કાલુપુરા વિસ્તારમાં જૂથ અથડામણ થઇ. સાયકલ ચલાવવા જેવી સામાન્ય બાબતે બબાલ થઇ. બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયુ છે, અનેકને ઈજા પહોંચી છે. ઘરમાં ઘૂસીને માર માર્યાના આક્ષેપ છે. 5થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી.
વડોદરા શહેરમાં તહેવારો ટાણે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સિટી પોલીસ મથકની હદમાં આવેલા કાલુપુરામાં જૂથ અથડામણ થઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાયકલ ચલાવવા અને હેલોઝન લગાવવા જેવી નજીવી બાબતે બે જૂથના ટોળા સામસામે આવતી જતાં કાલુપુરામાં તંગદિલી છવાઈ ગઈ હતી. બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ મથકનો કાફલો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે મામલો થાળે પાડ્યો હતો.
આ જૂથ અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ તો પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને તોફાની તત્વોની શોધખોળ આદરી 5થી વધુ ઈસમોની અટકાયત કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. સમગ્ર વિસ્તારમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.