Vadodara:સાધલી ખાતે નવી અધૂરી બનેલ ઢાંકણા વિનાની ગટરમાં કાર ખાબકી

0
3

શિનોર તાલુકાના સાધલી ગામે નવીન બનાવેલ અધૂરી ખુલ્લી ગટર ઢાંકણા વગર ગટરની આજુબાજુ ઘાસ ઉગી નીકળતા ગટર નહી દેખાતા એક ફેરવ્હિલ ગાડી ઢાંકણા વગરની ગટરમાં પડી હતી. ગ્રામ પંચાયત દ્વારા કાયાવરોહણ, સેગવાના ત્રણ રસ્તા પાસે પાસે નવા બનેલા વિશાળ સર્કલ પાસે અમુક ખુલ્લી ગટર અને અમુક પથ્થર નાખીને બંધ કરેલ ગટર છે, અને ગટરની આજુબાજુ ઘાસ ઉગી નીકળવાથી આ જગ્યાએ ખુલ્લી ગટર છે. તે દેખાતી નથી. અને ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતની દેખરેખ રખાતી નથી. જેના કારણે આજરોજ પુનિયાદના પટેલ સંજયભાઈ (દિવ્યાંગ) તથા પોતાના ઘરડા (બા)સાસુ અને પત્ની સાથે ખરીદી કરવા માટે આવેલ મેઇન રોડ પર ટ્રાફ્કિ ના થાય તેથી તેઓ દુકાન તરફ ગાડી લેવા જતા હતા. ત્યારે ઘાસ ઘાસ ઉગી નીકળ્યું હોવાથી ગટર હોવાનો કોઈ અંદાજ ન આવતાં ગાડી ગટરમાં ખાબકી હતી.

ફેરવ્હિલ ગાડી જેનો નં. GJ- 06- આઈ.સી-00701 અને આગળ વધી પાછળ કાચ ઉપર દિવ્યાંગનું સ્ટીકર લગાડેલ હતું. તેઓના સારા નસીબે ત્રણમાંથી કોઈને પણ ઈજા થઈ નથી અને ગાડીને આગળના ભાગે નુકસાન થયેલ છે. જ્યારથી રૂા.12 લાખની ઉચાપત થઈ છે. ત્યારથી વિકાસ કામો તો, બાજુ પર રહ્યાં સાધલી ગ્રામ પંચાયતના સત્તાધીશો અંદરો અંદર લડવામાંથી ઊંચા આવ્યા નથી. પરિણામે પંચાયત દ્વારા કરાતા મરામતના કામો સદંતર નિષ્ફ્ળ રહ્યાં છે. તેઓની નિષ્કાળજીને કારણે આજે આ દિવ્યાંગ ગાડી ચાલક તેનો ભોગ બન્યો છે. આ ખુલ્લી ગટરમાં અગાઉ પણ ત્રણ ત્રણ વખત ગાડી સાથે મનુષ્યો પડવાના પણ બનાવો બન્યા હતા. છતાં સાધલી ગ્રામ પંચાયત સભ્યો કે, સરપંચનું પેટમાં પાણી પણ હાલતું નથી. એ ગ્રામ પંચાયતની કમનસીબી છે. આ બનાવ બન્યા પછી ગ્રામ પંચાયત જાગૃત થશે ખરી ? તેવી ચર્ચા ઉઠી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here