Vadodaraમાં વકીલ સાથે ઘર્ષણના કેસમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ PIને લિવ-રિઝર્વમાં મૂકયા

0
9

વડોદરામાં પોલીસકર્મી-વકીલ વચ્ચે બબાલ થઈ હતી અને તેમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ પીઆઈની બદલી કરવામાં આવી છે, PI ચંદ્રિકા આસોદરાની લિવ રિઝર્વમાં બદલી કરી દેવામાં આવી છે તો કોન્સ્ટેબલ જયેશ દેસાઈની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે, PIએ વકીલ આદિલ શેખને લાફા માર્યાનો આરોપ લાગ્યો હતો અને આરોપીને કોર્ટમાં સરેન્ડર કરવા મામલે બબાલ થઈ હતી.

મહિલા પી.આઈ.ની લિવ રિઝર્વમાં, કૉન્સ્ટેબલની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી

શહેરના દિવાળીપુરા ન્યાયમંદિર ખાતે ક્લાયન્ટને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવેલાં અમદાવાદ હાઈકોર્ટના ઍડવોકેટ સાથે ઘર્ષણમાં ઉતરેલાં ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઈ. ચંદ્રિકાબેન આસુન્દ્રા તેમજ કૉન્સ્ટેબલ જયેશ દેસાઈની આજ રોજ પોલીસ કમિશનર તરફથી બદલી કરવામાં આવી છે. મહિલા પી.આઈ.ને લિવ રિઝર્વમાં મૂક્યાં છે જયારે કૉન્સ્ટેબલની પ્રતાપનગર સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

એડવોકેટ સામે સરકારી કામગીરીમાં દખલગીરીનો ગુનો નોંધાયો

કોર્ટ સંકુલમાં બનેલા બનાવના સંદર્ભમાં ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. ચંદ્રિકાબેન આસુન્દ્રાએ એડવોકેટ મહંમદ આદિલ શેખ સામે સરકારી કામગીરીમાં રુકાવટ અંગેની અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જયારે વકીલ તરફથી કરાયેલા વળતા આક્ષેપમાં એન.સી. ફરિયાદ નોંધાઈ છે. જેમાં મહિલા પી.આઈ. તેમજ કોન્સટેબલે લાફા ઝીંક્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દિવાળીપુરા કોર્ટમાં આવ્યા હતા. અદાલત સમક્ષ સરેન્ડર અરજી મૂકી હતી.

કોર્ટે આરોપીની કસ્ટડી ગોરવા પોલીસને સોંપી હતી

સેકન્ડ પી.આઈ. ચંદ્રિકાબેન આસુન્દ્રા આરોપીની કસ્ટડી સંભાળીને કોર્ટમાંથી નીકળ્યાં હતા. ત્યારે ઍડવોકેટ આદિલ સાથે ઘર્ષણ થયું હતું. ઍડવોકેટે કરેલા આક્ષેપ પ્રમાણે મહિલા પી.આઈ ચંદ્રિકાબેન આસુન્દ્રા તેમજ કૉન્સ્ટેબલ જયેશ દેસાઈએ તમાચા ચોડયાં હતા. આ બનાવ પછી વકીલ મંડળ આક્રમક બન્યું હતું. વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી તાકીદની બેઠકમાં ઠરાવ પસાર કર્યો હતો.

 

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here