વડોદરામાં રફતારનો રાક્ષસ રક્ષિત હજી સુધર્યો નથી,આરોપી રક્ષિત પોલીસને ગોળ ફેરવી રહ્યો હોવાની વાત સામે આવી છે,તો તપાસમાં આરોપી પોલીસને સહકાર નથી આપતો તેમજ તે પોલીસને કહી રહ્યો છે કે મે નહી બતાઉંગા,મેરે વકીલ સે પૂછીયે,તો અનધર રાઉન્ડ, નિકિતા મામલે કોઇ ખુલાસો થયો નથી,આજે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ વધુ રિમાન્ડની માંગણી કરશે,અકસ્માતના દિવસે કોને મળ્યો તે માહિતી ન મળી નથી તો પ્રાંશુ, સુરેશ ભરવાડ સિવાય કોને મળ્યો તે તપાસનો વિષય છે.
કારેલીબાગ રક્ષિત ચૌરસિયા હિટ એન્ડ રનનો મામલો
આજે રક્ષિતના બે દિવસના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે,રક્ષિત પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે,વડોદરામાં રફતારના રાક્ષસ રક્ષિત સામે રોષ જોવા મળ્યો છે.NSUI દ્વારા યુનિ. હેડ ઓફિસ ખાતે મોરચો માડયો છે,લો ફેકલ્ટીના ચોથા વર્ષનો વિદ્યાર્થી છે રક્ષિત રક્ષિત ચૌરસિયાએ યુનિ.માંથી ટર્મીનેટ કરવાની માંગ સાથે એનએસયુઆઈ વિરોધ કરી રહી છે,રફતારના રાક્ષસ રક્ષિતે મહિલાનો જીવ લીધો છે અને આઅકસ્માતમાં અન્ય 7 લોકોને પહોંચી હતી ઇજા.