Vadodaraમાં ખાણ-ખનીજ વિભાગમાં થયેલ એસીબીનો કેસ, ભાજપ નેતાના પુત્ર સંકેત પટેલની સંડોવણી

0
6

વડોદરામાં 2 લાખની લાંચ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ભાજપ નેતાના પુત્ર સંકેત પટેલની સંડોવણીનો ખુલાસો થયો છે, રોયલ્ટી ઇન્સ્પેકટર સંકેત પટેલ હજુ પણ ફરાર છે અને સંકેત પટેલના માતા ભાજપ કાઉન્સિલર હોવાનું ખુલ્યું છે, ડાકોર નપામાં વોર્ડ 5માં ભાજપ કાઉન્સિલર છે અલકા પટેલ અને આ મામલે એસીબીએ ખાણ ખનીજ વિભાગના કર્મીઓની યાદી મંગાવી છે.

સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ અને કિરણ પરમારની ધરપકડ

વડોદરા ખાણ ખનીજ વિભાગના 2 કર્મીના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે, 2 લાખની લાંચ લેતા 2 કર્મચારીઓ ઝડપાયા, અન્ય 2 ફરાર થયા છે, ભુસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ હજુ પણ ફરાર છે. રેતીનો સંગ્રહ કરવાનું લાયસન્સ આપવા માટે રૂ. ૨ લાખની લાંચ લેતા ઝડપાયેલા કુબેર ભવન સ્થિત ખાણ અને ખનિજ વિભાગના સિનિયર ક્લાર્ક તેમજ આઈ.ટી. એક્સિક્યુટિવની પૂછપરછ કરવા માટે એ.સી.બી.ની રિમાન્ડ અરજી સેશન્સ કોર્ટે નામંજુર કરી હતી. બંન્ને કર્મચારીઓના કસ્ટોડિયલ ઈન્ટરોગેશન માટે એ.સી.બી. દ્વારા હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવશે.

બે વોન્ટેડ આરોપીઓને શોધવા માટે ટેકનિકલ સોર્સિસનો પણ ઉપયોગ થઈ રહ્યો છે

ધરપકડ કરાયેલા બે આરોપીના ઘરમાં સર્ચ કરવામાં આવ્યુ હતુ પરંતુ કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી. લાંચ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલા બે કર્મચારીઓ આજે બુધવારે નોકરી ઉપર આવ્યા નહતા તેમના ઘરે તાળા હતા. સિનિયર ક્લાર્કે આખા સ્ટાફ વતી લાંચની માંગણી કરી હોવાથી એ.સી.બી.એ સ્ટાફના તમામ કર્મચારીઓની ડિટેઈલની માંગણી કરી છે. અટલાદરાની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. રેસ્ટોરંટના સીસીટીવી ફુટેજ મેળવવાની એ.સી.બી. દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ રવિ કુમારના અમદાવાદ બાપુ નગર ખાતેના નિવાસસ્થાને પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ મકાન છેલ્લા કેટલાક સમયથી બંધ છે. બે વોન્ટેડ આરોપીઓને શોધવા માટે ટેકનિકલ સોર્સિસનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.

 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here