વડોદરામાં અછોડા તોડનાર બે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા છે,આ આરોપીઓ એડ્રેસ પૂછવાના બહાને ગળામાથી ચેઈન તોડીને ફરાર થઈ જતા હતા ત્યારે બે આરોપી પૈકી એક આરોપી સગીર છે,વડોદરામાં અલગ-અલગ વિસ્તારોમાં આરોપીઓએ ચેઈન સ્નેચિંગ કરી હોવાની વાત સામે આવી છે,પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપી પકડવામાં આવ્યા
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક આરોપી સગીરવયનો છે આરોપીઓ એડ્રેસ પૂછવાના બહાને ચેઈન ખેંચી લેતા હતા અને ઘટનાને અંજામ આપતા હતા બાઈક પર આવીને આ રીતે ચેઈન સ્નેચિંગ કરતા હતા સાથે સાથે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા અને અને સૌથી વધુ ઘટનાઓ સિનિયર સિટીઝન સાથે બની છે,પોલીસે 1લાખ 69 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,અને વધુ તપાસ આદરી છે.વારસિયા વિસ્તારમાંથી સિનિયર સિટીઝનના ગળામાંથી અછોડો તોડયો હતો.
વારસિયા પોલીસે નોંધ્યો હતો ગુનો
ગત 27 ડિસેમ્બર 2024ના રોજ વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચેઈન સ્નેચરો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,સિનિયર સિટીઝનને સરનામું પૂછવાના બહાને અછોડો તોડી ફરાર થયા હતા જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને પોલીસે સીસીટીવીના આધારે ભેદ ઉકેલી દીધો છે,આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી પ્રકાશ મારવાડી છે.આરોપી પ્રકાશ મારવાડી સામે પણ બે પોલીસ મથકમાં નોંધાયા છે ઘરફોડ ચોરીના ગુના પોલીસે એક એકટીવા અને મોબાઈલ ફોન પણ લીધો છે.
પોલીસને બાતમી પણ મળી હતી
આ સમગ્ર ઘટના દરમિયાન અગાઉ ચેન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલો સગીર તથા પ્રકાશ રમેશ મારવાડીને સોનાની ચેનનો ટુકડો વેચાણ કરવાની ફિરાકમાં ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કાઈ બ્રાન્ચની ટીમે એક્ટિવા સાથે ઠેકરનાથ સ્મશાન પાસેથી બંને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા બંને ભેગા મળીને અઠવાડિયા પહેલા એકિટવા પર કારેલીબાગ આમ્રપાલી ચાર રસ્તા પાસેના મકાનમાંથી મોબાઇલની ચોરી કરી હતી.