Vadodaraમાં આરોગ્ય વિભાગના દરોડા, FSSIના નિયમ વિરુદ્ધ વેચાણ કરતા વેપારીઓ પર સંકજો

0
4

વડોદરામાં હોળી તહેવારની ઉજવણીને લઈને બજારમાં રોનક જોવા મળી છે. તહેવારની ઉજવણી વચ્ચે જ આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી. હોળી તહેવારમાં વધુ ઉપયોગમાં લેવાતા ધાણ, ખજૂર અને ચણાના વેપારીઓ તેમજ કલરનું વેચાણ કરનાર વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. દરોડામાં FSSIના નિયમ વિરુદ્ધ ખાદ્યપદાર્થો તેમજ કલરનું વેચાણ થતું હોવાનું સામે આવતા તમામ જથ્થો જપ્ત કરાયો.

તહેવારમાં ત્રાટક્યું આરોગ્ય વિભાગ

રાજ્ય સહિત દેશભરમાં હોળી તહેવારની ઉજવણી કરવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બે દિવસીય ઉજવાતા રંગોના તહેવારમાં પહેલા દિવસે વ્રત રાખી ઉપવાસ કરવામાં આવે છે. અને સાંજે હોલિકા દહનની પૂજા કર્યા બાદ ઉપવાસ ખોલવામાં આવે છે. હોળીના દિવસે ઉપવાસમાં ખજૂર, જુવાર ધાણી, ચણા તેમજ પાપડી ખાવાનું મહત્વ છે. હોળીના દિવસે લોકો દિવસે જુવાર ધાણી, પોપકોર્ન તેમજ મમરા અને ચણા ખાઈ ઉપવાસ કરે છે. અને એટલે જ આ દિવસોમાં આ વસ્તુઓનું વેચાણ વધારે થાય છે. પરંતુ આ ખાદ્ય સામગ્રીમાં બિનહાનિકારક વસ્તુનું મિશ્રણ કરાતું હોવાનું અનેક વખત ફરિયાદ સામે આવી છે.

વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

કેટલાક વેપારીઓ વધુ પૈસા કમાવવાની લાલચે આવા ખાદ્યપદાર્થોમાં આરોગ્યને નુકસાન થાય તેવી સામગ્રીનું મિશ્રણ કરતા હોય છે. અને એટલે જ આરોગ્ય વિભાગ અત્યારે એકશનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે આવા વેપારીઓને સંકજામાં લેવા અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે હાથ ધરેલ દરોડામાં દુકાનમાંથી કલરથી બનાવેલ પાપડી અને ભૂંગળાનો જથ્થો જપ્ત કરાયો. આ ઉપરાંત કલર નાખી ચીલા ચાલુ પેકિંગ કરી વેચાણ કરાતા 100 કિલો જેટલી સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો. આરોગ્ય વિભાગે ફૂડ કલરની વસ્તુઓ કબ્જે કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો. 

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here