ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક જનજીવન અસરગ્રસ્ત થયું છે. તો ક્યાંક લોકોને ભારે બફારામાંથી રાહત મળી જવા પામી છે.ત્યારે ડભોઇ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં એકાએક વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધીમી ધારે વરસેલા વરસાદે શહેરીજનોને ઉકળાટમાંથી રાહત આપી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતવર્ગમાં ચિંતા જોવા મળી છે.
ડભોઇમાં વરસાદ પડ્યો
ડભોઇ શહેરના લાલ બજાર, વડોદરી ભાગોળ, અને ડેપો જેવા વિસ્તારોમાં પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો લોકોને ઠંડકમાંથી રાહત થઈ હતી. ગ્રામ્ય વિસ્તારો ફરતીકુઇ, થુવાવી, નડા, બોરબાર, ટિંબી વગેરેમાં વરસાદ પડતાં ઉનાળુ પાકો જેવા કે, જુવાર અને ડાંગરને નુકસાન થવાની દહેશત છે. ખાસ કરીને અંતિમ તબક્કામાં ખેતરમાં ઉભેલા પાકોને વરસાદના પાણીથી નુકસાન થવાની શક્યતાએ ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
ખેડૂતોમાં નુકસાનીનો ડર
વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના લીધે ડભોઈ શહેરના રસ્તાઓ પર પાણી પ્રસરી જવા પામ્યું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરમાં ઠંડકનો માહોલ સર્જાયો હતો. તો વરસાદના લીધે વીજ કનેક્શન ખોરવાતા ઘણા વિસ્તારોમાં લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના લીધે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે.
[ad_1]
Source link

