Vadodaraના ડભોઈમાં નદીમાં ગેરકાયદેસર રીતે ખનનો મુદ્દો ગરમાયો, જુઓ Video

0
32

વડોદરાના ડભોઇમાં નદીમાં ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો ગરમાયો છે,કોંગ્રેસ-ભાજપના નેતાઓના એકબીજા પર આક્ષેપ કરી રહ્યાં છે,નગરપાલિકા પ્રમુખ બિરેન શાહે ગંભીર આક્ષેપ કર્યા છે અને નગરપાલિકાના વિપક્ષ નેતા યોગેશ ઠાકોર પર આક્ષેપ કર્યા છે,બિરેન શાહનું કહેવું છે કે,જે 3 ટ્રક છોડવામાં આવ્યા તે કોના છે તેને લઈ સવાલો ઉભા થયા છે.

કોંગ્રેસ કોર્પોરેટરે 5માંથી 3 ટ્રક કેમ છોડી મુક્યાઃ બિરેન શાહ

આ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે 5 માથી 3 ટ્રક કેમ છોડી મૂકયા તેની ઉપર અનેક સવાલો ઉભા થયા છે,છોડી મુકેલા 3 ટ્રક યોગેશ ઠાકોર કે સુભાષ ભૂજવાણીના ? યોગેશ ઠાકોર ગેરકાયદે રેતી ખનન કરતા ઝડપાયા હતા અને યોગેશ ઠાકોરનું હિટાચી મશીનનો કોર્ટ કેસ હમણાં પૂર્ણ થયો છે,

નગરપાલિકા પ્રમુખ બિરનશાહ નો સંદેશ ન્યૂઝ પર મોટો ખુલાસો

કોંગ્રેસના વિપક્ષ નેતા યોગેશ ઠાકોર વગર લીઝે રેતી ખનન કરે છે તેવું બિરેન શાહનું કહેવું છે,કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા 2 ટ્રક પકડવામાં આવ્યા 3 ટ્રક કેમ છોડી દેવામાં આવ્યા તેની પર સવાલ ઉભા થઈ રહ્યાં છે.વિરોધ પક્ષના નેતા યોગેશ ઠાકોર બે નંબરનો રેતી ખનન કરતા ઝડપાયા જેમનું હિટાચી મશીન છે તેને કોર્ટ કેસ હમણાં પત્યો છે,કોંગ્રેસના કોર્પોરેટર તેમજ પૂર્વ પ્રમુખ સુભાષ ભોજવાણી તેમજ વિરોધ પક્ષ નેતા યોગેશ ઠાકોર દ્વારા રેતી ખનન કરે છે.ડભોઇમાં કરનેટ તેમજ ઓરસંગ નદીમાં રેતી ગેરકાયદે રેતી ખનનમાં નગર પાલિકા ભાજપ કોંગ્રેસ સામસામે છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here