અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પહેલી વખત નિવેદન સામે આવ્યું છે,જેમાં ઝુલાસણ ગામમાં શાળાના કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે,અને આ નિવેદન આપી સૌ કોઈનો ઉત્સાહ વધાર્યો હતો,ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે આપણું છેલ્લુ ડેસ્ટિનેશન આપણું ઘર છે અને આપણો દેશ છે.
આપણું છેલ્લુ ડેસ્ટિનેશન આપણું ઘર છે : ભૂપેન્દ્ર પટેલ
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,ગમે ત્યાં બહાર ફરતા હોય તો ઘર-ગામ યાદ આવે સાથે સાથે વિદેશ કરતા અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ વધુ હોય છે,મહત્વનું છે કે આપણા દેશમાં આનંદ સામે કોઈ પૈસાની પણ તુલના ન હોય,ગામના લોકો સાથે રહેવાનો આનંદ હોય છે તેવો આનંદ કયાં બીજે આવતો નથી,ગામમાં રહેવાની મજા આવે તેવું થઇ ગયું છે અને ગામમાં પણ તમામ સુવિધાઓ મળતી થઈ ગઈ છે,ગામમાં હવે કોઈ સમસ્યા રહે તેવું થયું નથી.
હજી 487 ભારતીયોને અમેરિકા ડિપોર્ટ કરશે
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા 487 વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે. અમેરિકામાંથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિદેશમંત્રી (EAM)એ અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે વિદેશમંત્રીએ ધ્યાન દોર્યું કે આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે, જોકે ડિપોર્ટ કરાયેલા સ્થળાંતરકારો સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગંભીર છે.
PM ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ઉઠાવાશે મુદ્દે
ભારતીયો સાથેના દુર્વ્યવહાર પર ટ્રમ્પ સાથે વાતચીત થશે, પીએમ મોદી તેમની યુએસ મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવશે. ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર વડા પ્રધાન મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે છે. આ સમય દરમિયાન તેઓ ભારતીયો સાથે થતા દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવશે. વિદેશ સચિવે કહ્યું છે કે ભારતીયો સાથેના કોઈપણ પ્રકારના દુર્વ્યવહાર અંગે વિદેશ મંત્રાલય અમેરિકન સરકારના સંપર્કમાં છે.પ્રધાનમંત્રી મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાના પ્રવાસે છે. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી ભારતીયો સાથે થતા દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે.