America Share Market Carsh After US Fed Rate Cut: અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક દ્વારા સતત ત્રીજી વખત વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ બેંકના વડા જેરોમ પોવેલે 18 ડિસેમ્બરે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) વ્યાજદરમાં 0.25 ટકા ઘટાડવાની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે અમેરિકામાં મુખ્ય વ્યાજદર 4.25 થી 4.50 ટકા રેન્જ કરી દીધો છે. અગાઉ નવેમ્બર અને સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટાડ્યા હતા. રેટ કટથી અમેરિકન શેરબજારમાં 5 દાયકાની સૌથી લાંબી મંદીનો નોંધાઇ છે.
US Fed Rate Cut : યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની હેટ્રિક
યુએસ ફેડ રિઝર્વ દ્વારા સતત ત્રીજી વખત વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર, 2024ના રોજ યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર 0.25 ટકા ઘટાડી 4.25 – 4.50 ટકાની રેન્જમાં રાખ્યા છે. અગાઉ છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર ગત સપ્ટેમ્બરમાં વ્યાજદર 0.50 ટકા ઘટ્ડાયો હતો. ત્યારબાદ નવેમ્બર 2024માં પણ 0.25 ટકા વ્યાજદર ઘટાડ્યા હતા. આમ છેલ્લા 4 મહિનામાં અમેરિકાની મધ્યસ્થ બેંકે 1 ટકા વ્યાજદર ઘટાડ્યો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા સતત રેટ કટ થી ભારત સહિત દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેંકો પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધ્યું છે.
America Share Market Carsh : અમેરિકાના શેરબજારમાં 5 દાયકાની સૌથી લાંબી મંદી
યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની અમેરિકાના શેરબજાર પર ખરાબ અસર થઇ છે. યુએસ ફેડ રિઝર્વના રેટ કટ બાદ અમેરિકાના શેરબજારમાં 50 વર્ષની સૌથી લાંબી મંદી જોવા મળી છે. 18 ડિસેમ્બરે અમેરિકાના શેરબજારનો બેન્ચમાર્ક ડાઉ જોન્સ 1123.03 પોઈન્ટ અથવા 2.58 ટકા ઘટીને 42326.87 બંધ થયો હતો. તો નાસ્ડેટ ઇન્ડેક્સ 716 પોઇન્ટ કે 3.56 ટકાના કડાકામાં 19392 બંધ થયો છે. એસએન્ડપી 500 ઇન્ડેક્સ 178 પોઇન્ટ કે 2.95 ટકા તૂટી 5872 બંધ થયો છે.
એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના વડા દીપક જસાણીએ જણાવ્યું કે, વર્ષ 2001 બાદ પોલીસી રેટના નિર્ણયના દિવસે એસએન્ડપી 500 ઈન્ડેક્સમાં સૌથી મોટો કડાકો નોંધાયો છે. તો ડાઉ જોન્સ ઇન્ડેક્સ સતત 10માં દિવસે ઘટ્યો છે. જે વર્ષ 1974 બાદ સૌથી લાંબી મંદી. અગાઉ ઓક્ટોબર 1974માં ડાઉ જોન્સ ઇન્ડેક્સ સતત 11 દિવસ ઘટ્યો હતો. યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની ઘોષણા બાદ ડોલર બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.
યુએસ ફેડ રિઝર્વ 2025માં 2 વખત વ્યાજદર ઘટાડશે
બ્લૂમબર્ગની એક રિપોર્ટ મુજબ, આગામી ત્રિમાસિકની આગાહીઓ મુજબ યુએસ ફેડ રિઝર્વના અધિકારીઓ હવે રેટ કટની ગતિ ધીમી કરવાનું પસંદ કરશે. હાઉસિંગ કોસ્ટમાં અંદાજીત મંદી જેવા પરિબળો પર ઇશારો કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફુગાવામાં ઘટાડો ચાલુ રહેશે. વર્ષના અંત સુધી ફુગાવાનો અંદાજ સરેરાશ 2.5 ટકા કર્યો છે, જે સપ્ટેમ્બરમાં 2.1 ટકા હતો. ઘણા અધિકારીઓ નવા વર્ષ 2025 માટે અગાઉ કરતા ધીમી ગતિએ રેટ કટની યોજના બનાવી છે. હવે તેઓ વર્ષ 2025ના અંત સુધી પોતાના બેન્ચમાર્ક રેટ 3.75 થી 4 ટકાની રેન્જ સુધી જુએ છે. તેનો અર્થ એવો છે કે, વર્ષ 2025માં બે વખતમાં 0.25 ટકા વ્યાજદર ઘટવાનો અંદાજ છે.