US Visa Slots: અમેરિકા જવા માટે વિઝા મેળવવા હવે બહુ રાહ નહીં જોવી પડે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, અમેરિકા આવતા વર્ષે વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટમાં 10 લાખનો વધારો કરશે. સરકારે વિઝા સ્લોટ વધારવાનો નિર્ણય લીધો છે કારણ કે આગામી વર્ષમાં લાખો લોકો અમેરિકા જવાના છે. અમેરિકા FIFA વર્લ્ડ કપ, ઓલિમ્પિક્સ અને રગ્બી ચેમ્પિયનશિપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે.
અરજી પ્રક્રિયામાં નોંધપાત્ર વૃદ્ધિને ધ્યાનમાં રાખતાં વિદેશ મંત્રી બ્લિંકને જણાવ્યું હતું કે, ગતવર્ષે રેકોર્ડ સંખ્યામાં નોંધાયેલી અરજીઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2024-25માં અમેરિકાએ 1.15 કરોડ વિઝા મંજૂર કર્યા છે. જેમાં 85લાખ વિઝિટર્સ વિઝા હતા. ગતવર્ષની તુલનાએ આગામી વર્ષે વિઝાની સંખ્યા 10 ટકા વધશે.
વેઈટિંગ ટાઈમ પણ ઘટ્યો
પ્રથમ વખત વિઝિટર્સ વિઝા માટે ઈન્ટરવ્યૂ આપવા આવતા લોકો માટે સરળીકરણ અપનાવી વિઝા ઈન્ટરવ્યૂ માટે વેઈટિંગ ટાઈમ સરેરાશ 60 દિવસ ઘટાડ્યો છે. અમેરિકામાં વિઝિટર્સ વિઝાની સંખ્યામાં તોતિંગ વધારાના પગલે વિઝા માટે અરજદારોએ 300થી વધુ દિવસ રાહ જોવી પડે છે.
આ પણ વાંચોઃ મેં 2020ના ચૂંટણી પરિણામો બાદ વ્હાઇટ હાઉસ છોડીને જ ભૂલ કરી હતી, ટ્રમ્પના નિવેદનથી હોબાળો
રાજ્યવાર વિઝા વેઈટિંગ ટાઈમ
1 નવેમ્બર, 2024 સુધી જારી ડેટા અનુસાર, ભારતમાં અમેરિકાની 5 એમ્બેસી ઓફિસમાં વિઝા મંજૂરી માટે લાગતો સમય અલગ-અલગ છે. વિઝિટર્સમાં બે પ્રકારના વિઝા અમેરિકા આપે છે. B-1/B-2 વિઝા માટે ઈન્ટરવ્યૂ આપવો પડે છે.
નવી દિલ્હીઃ 94 દિવસ
મુંબઈઃ 463 દિવસ
હૈદરાબાદઃ 437 દિવસ
કોલકાતાઃ 499 દિવસ
ચેન્નઈઃ 477 દિવસ
ઈન્ટરવ્યૂ વિના વિઝા માટે અરજી કરતાં અરજદારોએ જરૂરી લાયકાત કેળવવી પડે છે. જેમાં નવી દિલ્હી ખાતેથી વિઝા માટે અરજી કરનારાએ 214 દિવસ અને કોલકાતામાં 122 દિવસનો વેઈટિંગ પિરિયડ છે.