ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર મહેસાણા એલસીબીએ બાતમીના આધારે એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે. જેથી મહેસાણા એલસીબી પોલીસે વોચ ગોઠવી સદર કન્ટેનર આવતા ગાડીમાંથી વિદેશી દારૂની અંદાજે 700 પેટી દારૂ અને કન્ટેનર મળી લાખોનો મુદ્દા માલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મહેસાણા એલસીબી પીઆઇ જે. પી. સોલંકીની સૂચના મુજબ આજ રોજ પોલીસ સબ ઇન્સપેકટર પઢીયાર તેમના પોલીસ સ્ટાફ્ના માણસો સાથે ઊંઝા પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક કન્ટેનરમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ હરિયાણાથી અમદાવાદ તરફ્ જઈ રહી છે. જે હકીકત આધારે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર કન્ટેનર આવતા ગે.કા. અને વગરપાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની અંદાજે 700 પેટી જેટલો દારૂનો જથ્થો તેમજ કન્ટેનર મહેસાણા એલસીબી પોલીસે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.