ઊંઝા તાલુકાના કરલી ગામે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ગ્રે વોટર મેનેજમેન્ટ સંબધિત સ્વચ્છ ભારત મિશન વિષય અનુસંધાનમાં સ્વચ્છ ભારત મિશન રાજેન્દ્રભાઈ ટાંકના માર્ગદર્શન હેઠળ ગ્રે વોટર મેનેજમેન્ટ અનુસંધાને બનેલા મેજિક પીટ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
કરલી ગામે વોટર મેનેજમેન્ટ અનુસંધાને બનેલા મેજિક પીટનું ઉદ્ધાટન કરાયું હતું. તેમજ સ્વછતા માટે દિન રાત કટિબદ્ધ એવા ઊંઝાના પ્રોફેસર ધરતી જૈન ને પણ બોલવવામા આવ્યા હતા. કરલી ગામમાં છેલ્લાં પાંચ દિવસથી ચાલી રહેલ સ્વછતા વિષયક અભિયાન જેવા કે મારું ગામ સ્વચ્છ ગામ, મારું વતન મારું માતૃભૂમિ સહિતના અનુસંધાનમાં બનેલા મેજિક પીટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમ માં બાળકો દ્વારા સ્વછતા વિશે પોતાનાં મંતવ્યો રજૂ કરાયા હતા અને બાળકો દ્વારા પ્લાસ્ટિક બોટલમાં ભરીને એમાંથી સ્ટ્રકચર બનાવવા વિષય પર ભાર મૂકાયો હતો. અને મેજીક પિટને ટેકનિકલ માર્ગદર્શન ફ્લ્ડિ ઉપર પેકટીકલી આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગમાં અતિથિ વિશેષ ઊંઝા ધારાસભ્ય કે કે પટેલ ,ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ , કરલી ગામ વહીવટદાર પંકજભાઈ ઠાકોર, તલાટી કમ મંત્રી વૈભવીબેન ચૌધરી તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, ગામની જનતા, પ્રાથમિક કરલી પગાર કેન્દ્ર શાળા અને કરલી હાઇસ્કુલના આચાર્યે તેમજ શિક્ષકગણ અને નાના ભૂલકાઓ ઊપસ્થિત રહ્યા હતા.