ઊંઝા વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન સમારોહ કેવલેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ ઐઠોર રોડ ઊંઝા ખાતે યોજાયો હતો. જેમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહ દરમિયાન મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વે મહામંત્રી સહિત 15 જેટલા કોંગ્રેસી અગ્રણીઓએ કેસરિયો ધારણ કરી ભાજપમા જોડાયા હતા.
ઊંઝા શહેરમાં આવેલ વિસનગર રોડ પર ઊંઝા વિધાનસભા ભાજપના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન સમારોહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમા ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ દ્વારા કમળ રૂમાલ અને ખેસ તેમજ મોમેન્ટો આપી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારો, ઊંઝા શહેર અને તાલુકા વડનગર શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો, ઊંઝા વડનગર પાલિકા પ્રમુખ તેમજ ઊંઝા વડનગર તાલુકા પંચાયત પ્રમુખ, યુવા મોરચા સહિત દ્વારા પણ સન્માન કરાયું હતું. ઊપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમા ખાસ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વે ઉપપ્રમુખ દશરથભાઇ બજરંગ સહિત 15 જેટલા અગ્રણીઓ આજે કોંગ્રેસ છોડી મુખ્યમંત્રીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યકમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ એમ એસ પટેલ, મહામંત્રી રજનીભાઇ પટેલ, વર્ષાબેન દોશી, વડોદરાના પૂર્વે મેયર ભરત ડાંગર સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બે રાજ્યોમાં ભાજપની જીત થવાની છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી આવવાની છે. સર્વને નુતન વર્ષાભિનદનની શુભેચ્છા પાઠવું છું. નવુ વર્ષ નવા સંકલ્પો સાથે આગળ વધવાનું છે. સત્તા આપણા માટે સેવાનું સાધન બન્યું છે. દેશ અને દેશનું ગૌરવ જે પ્રમાણે વધ્યું છે તે કોઈ નાની વાત નથી. વડાપ્રધાન જુદા જુદા દેશની મુલાકાતે છે. 19 જેટલા દેશમાં સન્માન મળ્યું છે. આર્થિક સત્તા 11 મા સ્થાને હતી તે પાચમા ક્રમે આવ્યા છીએ. દેશમાં ટેક્સની આવક એપ્રિલ મહિનામાં 1.81 લાખ કરોડ રૂપિયા થઈ છે. 500 કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે. સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય હોય તે ગુજરાત છે.
કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનારની યાદી
(1) દશરથભાઇ પટેલ બજરંગ પૂર્વે ઉપપ્રમુખ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ – ચેરમેન ઊંઝા નાગરિક સહકારી બેંક (2) સંજયભાઇ પટેલ – પૂર્વે પ્રમુખ ઊંઝા શહેર કોંગ્રેસ (3) કામિનીબેન જનકભાઈ પટેલ (4) વિષ્ણુભાઇ રેવાભાઈ પટેલ (5) ગોપાલભાઇ નાથાલાલ પટેલ (6) હર્ષદભાઈ સોમાભાઈ પટેલ (7) હસમુખભાઈ પરસોતમભાઈ પટેલ (8) મહેન્દ્રભાઇ રેવાભાઈ પટેલ (9) અમરતભાઈ ઈશ્વરલાલ પટેલ (10) ભરતભાઇ દેવચંદભાઈ પટેલ (11) અશ્વિન કુમાર રણછોડભાઈ પટેલ (12) દીવાળીબેન લક્ષ્મણ ભાઈ પટેલ (13) કુસુમબેન ગિરીશભાઈ પટેલ નેતાજી (14) મહેશભાઈ લીલાચંદ ભાઈ પટેલ (15) રાજેશભાઈ અમરતભાઈ પટેલ ગોળ