માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. નવરાત્રી પર્વ શરૂ થતાં શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં અંબાના દર્શન કરવા ઉમટયા છે.
અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટસ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે બહુચરાજમાં નવરાત્રીના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં શ્રાદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઊમટી પડતાં માનું ધામનું ધામ ધમધમી ઉઠયું છે.વહેલી સવારથી શરૂ થયેલ માઈભકતોનો પ્રવાહ મોડી રાત સુધી અવિરત ચાલુ રહેવા પામ્યો હતો. ગરબાની સાથે નવરાત્રિના નવ દિવસ સુધી મંદિર પરિસરમાં ચાલતી ધાર્મિકવિધિ માઈભકતોની શ્રાદ્ધા સાથે વણાઈ ગઈ છે. માનું ધામ સતત નવ દિવસ સુધી ધમધમતું રહે છે.
ઊંઝામાં એકમથી નોમ સુધી નવરાત્રિ પર્વની ઊજવણી
મહાશક્તિપીઠ શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા ખાતે આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રિ પર્વની ઉજવણી કરાશે. જગતજનની ઉમિયા માતાજીના પ્રાગટય સ્થાન ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે આજે નવરાત્રિના પ્રથમ દિવસે આસો સુદ એકમના રોજ સવારે 7.15 વાગે ઘટ સ્થાપન કરાયું હતું.