- વર કન્યાએ ઉંધા ફેરા ફરી કર્યા લગ્ન
- જાનૈયાઓને સ્મશાનમાં ઉતારો અપાયો
- કાળા કપડા પહેરી જાનૈયાઓનું કરાયું સ્વાગત
રામનવમીએ ગોંડલના રામોદમાં અનોખા લગ્ન યોજાયા છે. જેમાં વર કન્યાએ ઉંધા ફેરા ફરી લગ્ન કર્યા છે. તેમજ જાનૈયાઓને સ્મશાનમાં ઉતારો અપાયો હતો. તથઆ કાળા કપડા પહેરી જાનૈયાઓનું સ્વાગત કરાયું હતુ. જેમાં વિજ્ઞાનજાથાની વિચારધારાને અનુસરીને લગ્ન કરાયા છે. તેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા અનોખા લગ્નનું આયોજન કરાયુ હતુ.
બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ
કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં આજે રામનવમીના દિવસે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારનાં આંગણે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપી લગ્નનાં રિવાજોને તિલાંજલિ આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયુ છે. તેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા કપડામાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપ્યો હતો. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો છે.
ચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કર્યા
વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારના નિવાસે આવી હતી. જેમા વરરાજા જયેશભાઇનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કર્યું હતુ. વર-કન્યાની લગ્ન વિધિ બૌધ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાઇ હતી. ચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કર્યા હતા.
સમજણપૂર્વકના લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવી
સમજણપૂર્વકના લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવી હતી. કાળી વસ્તુ, કાળુ વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી. દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકિકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો.