પોરબંદરના ખારવાવાડ નવાપરા મુખ્ય રોડ પર ભૂગર્ભ ગટરની ચેમ્બર છલકાઈ હતી, જેથી સ્થાનિકોએ ફરિયાદ બાદ પણ કામગીરી ન થતા સેનીટેશન ચેરમેન સહિતની ટીમે મુલાકાત લઈ મશીન મુકાવી ગટરની સફાઇ કરાવી હતી.
.
પોરબંદર છાંયા પાલિકાના વોર્ડ નંબર 7ના ખારવાવાડ નવાપરા મુખ્ય રોડ પર ભૂગર્ભ ગટરની ચેમ્બર છલકાઈ હતી જેથી સ્થાનિકોને મુશ્કેલી પડી હતી.
સ્થાનિકોએ આ અંગેની ફરિયાદ કરી હતી પરંતુ સવારે કરેલ ફરિયાદનું સાંજના 5 વાગ્યા સુધી નિરાકરણ ન આવતા સ્થાનિકોએ પાલિકાના સેનિટેશન ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટીને જાણ કરતા તાત્કાલિક તેઓ ત્યા દોડી ગયા હતા તેમજ જેટીંગ મશીન ટીમને જાણ કરી ફરિયાદનું નિરાકરણ કર્યું હતું.
આ ઉપરાંત તેઓએ ગાયવાડી વિસ્તારની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ નરસંગ ટેકરીથી કમલાબાગ થી એમજી રોડ પર સફાઇ કામગીરી કરાવી હતી. આ તકે હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી હાજર રહ્યા હતા.