ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જેમાં 12 લાખ લોકોએ દર્શન કર્યા છે. ધ્વજા મહોત્સવ અને પૂનમને લઇ ભક્તોની ભીડ જામી છે. તેમાં ચાચર ચોક જય જય ઉમીયાના નાદથી ગુંજી ઉઠ્યો છે. દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી છે. 11500 ધજા માં ઉમીયાના શિખર પર ભક્તોએ ચઢાવી છે.
આજે સાંજે ધજા મહોત્સવની પૂર્ણાહુતિ થશે
12 લાખ ભક્તોએ માં ઉમિયાધામના દર્શન કર્યા છે. ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ અને પૂનમને લઇ ભક્તોની ભીડ છે. ઉમિયા ધામ ઊંઝા ખાતે ભક્તોની ભારે ભીડ જામી છે. સવારથી દૂર દૂરથી ભક્તો માં ઉમિયાના દર્શનાથે પહોચ્યા છે. જેમાં માતાજીનો ચાચર ચોક જય જય ઉમીયાના નાદથી ગુંજી ઉઠ્યો છે. માં ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી છે. માં ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે. 11500 ધજામાં ઉમીયાના શિખર પર ભક્તોએ ચઢાવી છે. આજે સાંજે ધજા મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
ગોલખમાંથી વિદેશી કરન્સીની નોટો પણ દાનમાં આવી
મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરમાં ધજાઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં ઉમિયા માતાજીના મંદિરના ગોલખમાં લોકોએ ખુબ જ સારૂ દાન કર્યું હતું. ઉમિયાધામ ઊંઝા ખાતે 4 ગોલખ દાનથી છલકાયા છે. ગોલક ખાલી કરતા દાનનો ઢગલો થયેલો જોવા મળી રહ્યો હતો. જેમાં 4 ગોલખમાંથી 5 લાખ કરતાં વધુ રૂપિયા નીકળ્યા છે. ઉમિયાધામ ઊંઝા ખાતે હાલમાં ધજા મહોત્સવ ચાલી રહ્યો છે. ધજા ઉત્સવનો આજે છેલ્લો દિવસ છે. જ્યાં મંદિર પરિસરમાં મુકવામાં આવેલ 4 ગોલખ ખોલવામાં આવતા 5થી 6 લાખ રૂપિયા નીકળ્યા છે. અગાઉ 2 દિવસમાં જ ગોલખમાં 5 લાખથી વધુ દાન આવ્યું હતું. ગોલખમાંથી વિદેશી કરન્સીની નોટો પણ દાનમાં આવી હતી.