.
વ્યારા નગરમાં વોર્ડ નંબર 2માં આવેલ શાકભાજી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર શૌચાલય બંધ હોવાને લઈને આ માર્કેટનો ઉપયોગ કરતા વેપારીઓ અને ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી હતી જેને લઈને વ્યારા નગરપાલિકાને રજૂઆત કરતા બાંધકામ વિભાગના ચેરમેન અને ટીમ દ્વારા ઘટના સ્થળે મુલાકાત લઇ શૌચાલયને રીપેરીંગ કરાવી પુન ઉપયોગ માટે શરૂ કરાવતા સ્થાનિકોમાં રાહત થઈ હતી.
વ્યારા નગરના શાકભાજી માર્કેટમાં જાહેર શૌચાલય બંધ હોવાને લઈને આ માર્કેટમાં આવતા વેપારીઓ ગ્રાહકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી શૌચાલયને લઈને ના છુટકે ખુલ્લામાં જવું પડતા મુશ્કેલી વધી હતી. જાહેર શૌચાલય બંધ હોવાથી લોકોને તકલીફ વડી રહેતા વ્યારા નગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી. જેને લઇને બાંધકામ વિભાગના ચેરમેન મૃણાલભાઈ જોષીએ સ્થળ મુલાકાત લીધી હતી અને શૌચાલયમાં જરૂરી મરામત કામ માટે સૂચના આપી કામગીરી હાથ ધરાવી દીધી હતી. જેને લઈને કેટલાક સમયથી બંધ રહેલો શૌચાલય ફરી ઉપયોગમાં શરૂ થતા આ વિસ્તારમાં રહીશો માટે રાહત થઈ હતી. વેપારીઓ અને ગ્રાહકોને પણ મુશ્કેલીમાંથી મુક્તિ મળી હતી.