પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘વિજ્ઞાનમાં મહિલા અને દીકરીઓના આંતરરાષ્ટ્રીય દિવસ’ પર એક વિશેષ કાર્યક્રમ યોજાયો. સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઓબજીજી ઠાકોરની પુત્રી શ્રુતિબેન ઠાકોરને ડૉક્ટરની પદવી મેળવતા તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ
.

પાટણ મહિલા અને બાળ અધિકારની કચેરી તથા સાયન્સ સેન્ટર દ્વારા તેમને મોમેન્ટો અર્પણ કરાયો, જ્યારે મુંબઈ નિવાસી પાટણના વતની પ્રફુલભાઈ શાહે રૂ. 2000ની પ્રોત્સાહક રકમ આપી. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી મધુબેન ગોસ્વામી, ભગિની સમાજના મંત્રી ડૉ. લીલાબેન સ્વામી, પૂર્વ CWC ચેરમેન મધુબેન સેનમા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આશરે 200 જેટલી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રુતિબેનની સિદ્ધિ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિજ્ઞાન અને શિક્ષણ થકી મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે, જે દેશના વિકાસ માટે અત્યંત આવશ્યક છે.

[ad_1]
Source link