અંજાર સીમની ગૌચર જમીન સ.નં.1004 એકર 22-16 ગુંઠા જમીન 1973માં ગૌચર માટેનીમ થઇ હતી, જે આજે પણ 7-12માં ગૌચર તરીકે બોલે છે, જે ખાનગી જમીન તરીકે ખોટી રીતે તબદિલ થયાના આક્ષેપ સાથે કોંગ્રેસે ગૌચર પરનું દબાણ દૂર કરવા અપીલ કરતાં અંજારના નાયબ કલેક્ટરે ‘તમે ત્ર
.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી.કે. હુંબલે જે લોકોના નામે જમીન તબદિલ થઇ છે તેમના નામ જોગ ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે, તેમના નામે ખોટી રીતે નોંધ પ્રમાણિત કરાઇ છે. આ જમીનની હાલની બજાર કિંમત 200 કરોડ જેટલી થાય છે. તેઓ દ્વારા ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા 2023માં અપીલ કરી ખોટી નોંધો રદ કરવા દાદ માંગી હતી. અપીલ દાખલ કરવાના બદલે દોઢ વર્ષ પછી અપીલ દાખલ જ કરાઇ નથી. અપીલ દાખલ ન કરવા પાછળ નાય કલેક્ટરે િવચિત્ર જવાબ આપ્યો હતો કે, ‘તમે ત્રાહિત વ્યક્તિ છો’ હુંબલે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ગૌચર જમીનનું દબાણ દૂર કરવા હવે ગાય, ભેંસ, બળદને અપીલ કરવી પડશે ? જો દબાણ કે, અન્ય કોઇ ગરબડ ધ્યાને આવે તો જવાબદાર અધિકારીએ સુઓમોટો તરીકે લઇને ખોટી નોંધો હોય તો રિવિઝનમાં લઇ જમીન ગાૈચર મુક્ત કરવાની હોય છે. જેના બદલે આ રીતે વિચિત્ર તારણ નાયબ કલેક્ટરે એકતરફી હુકમ કર્યાનો આક્ષેપ હુંબલે કર્યો છે. જેથી અંજારના નાયબ કલેક્ટરના હુકમ સામે કલેક્ટર સમક્ષ અપીલ કરાઇ છે.
અંજારની 2500 એકર ગૌચરનો અતોપતો નથી : હાઇકોર્ટના દ્વાર ખખડાવાશે હુંબલે જણાવ્યું હતું કે, અંજાર સીમમાં 2500 એકર જમીન ગૌચર નીમ થઇ હતી, જેનો અતોપતો નથી. જેથી જો ગૌચર જમીન પરનું દબાણ હટાવી ખુલ્લી નહીં કરાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવાની પણ તેમણે તૈયારી બતાવી છે. વધુમાં મેઘપરમાં પણ સરકારી જમીન પર મોટાપાયે દબાણો ખડકાઇ ગયા છે, જે અંગે પણ અપીલ કરાઇ હતી, જે અપીલ પણ આ જ કારણસર આગળ ધરીને દાખલ કરાઇ નથી.