વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું આજે (24 માર્ચ 2025)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર, દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1,400 કિલોગ્રામ સોનાનું શિ
.
નવનિર્મિત યજ્ઞશાળાનું પણ ઉદ્ઘાટન આ પ્રસંગે મુખ્યમંત્રી નવનિર્મિત યજ્ઞશાળાનું પણ ઉદ્ઘાટન કરશે. રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

રૂ. 5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્યમંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે રૂ. 5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવશે. 22 માર્ચથી શરૂ થયેલા ત્રિ-દિવસીય મહોત્સવમાં જલયાત્રા અને હવન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા, યજ્ઞશાળા-સુવર્ણ શિખર અનાવરણ અને લેસર શોના લોકાર્પણ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો હાટકેશ્વર મંદિર ઉત્તર ગુજરાતનું એક વિશિષ્ટ શિવમંદિર છે. અહીં કૃષ્ણ રાસલીલાનું અનોખું દૃશ્ય જોવા મળે છે. મંદિરના સભાગૃહના ઘૂમ્મટમાં રાધાકૃષ્ણને નર્તકીઓ સાથે રાસ કરતા દર્શાવવામાં આવ્યા છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ મંદિરનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે. કહેવાય છે કે અહીંના શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મંદિરમાં શિવલિંગ ઉપરાંત કાચબા રૂપે ભગવાન વિષ્ણુ અને નંદી મહારાજ બિરાજમાન છે. મંદિર સંકુલમાં બહુચર માતા, અંબે માં સહિત અનેક દેવી-દેવતાઓ સ્થાપિત છે. મંદિરની દીવાલો પર મહાભારત અને સમુદ્રમંથન જેવી પ્રાચીન કથાઓના શિલ્પો કોતરવામાં આવ્યા છે. દર શુક્લ પક્ષની ચૌદશે અહીં હાટકેશ્વર જયંતિની ઉજવણી થાય છે.