- થરાદ-સાંચોર હાઇવે પર અકસ્માતમાં એકનું મોત
- મૃતદેહ લઇને જતી એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી
- ગાંધીધામથી રાજસ્થાન જતી વખતે અકસ્માત થયો
થરાદમાં મૃતદેહ લઇને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થયો છે. જેમાં થરાદ-સાંચોર હાઇવે પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. તેમાં મૃતદેહ લઇને જતી એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી છે. ગાંધીધામથી રાજસ્થાન જતી વખતે અકસ્માત થયો છે. તેમાં મૃતદેહ પાસે બેઠેલા યુવકનું અકસ્માતમાં મોત થયુ છે. ચાલક એમ્બ્યુલન્સ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થયો છે.
પોલીસ મથકે અજાણ્યા એમ્બ્યુલન્સ ચાલક સામે ફરિયાદ નોંધાઈ
અજાણ્યા એમ્બ્યુલન્સચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. થરાદ-સાંચોર હાઇવે પર એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે જેમાં એકનું મોત થયુ છે. ગાંધીધામથી મૃતદેહ લઇ રાજસ્થાન જઇ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી ગઇ હતી. એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી જતા એમ્બ્યુલન્સમાં સવાર 2 લોકોમાંથી એકને ઇજા તો એકનું ઘટના સ્થળે મોત થયુ છે. જેમાં મૃતદેહ નજીક બેઠેલા અશોક જગદીશપ્રસાદ પુરોહિત નામના યુવકનું મોત નીપજ્યુ છે. એમ્બ્યુલન્સ ચાલક એમ્બ્યુલન્સ મૂકી ફરાર થતા ઘટનાને લઇ થરાદ પોલીસ મથકે અજાણ્યા એમ્બ્યુલન્સ ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.
અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ગાડીનો ચાલક ગાડી મૂકી નાશી છૂટ્યો
પોલીસ ફરિયાદ મુજબ ગઇ તા.13/08/2024ના ગાંધીધામ ખાતે પરમેશ્વરભાઈ પરીખનો રેલવેથી અકસ્માત થયેલ જે મૃત્યુ પામતાં તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સંતોષભાઈ જગદીશપ્રસાદ પુરોહિત તથા અશોકભાઈ બંને જણ ગાંધીધામથી એમ્બ્યુલન્સ GJ-39T-5788 લઈને સાંજના દશેક વાગે વતનમાં જવા નિકળેલા અને આ એમ્બુલન્સ ગાડીના બે ડ્રાઇવર હતા. એમ્બુલન્સના ડ્રાઈવરે સાઇડ કાપવા જતાં ટ્રકના પાછળના ભાગે ટક્કર મારતાં એમ્બ્યુલન્સ ગાડી પાછળના ભાગે ધડાકાભેર ટકરાઈ હતી. જેથી ગાડીમાં મૃતદેહ જોડે બેઠેલ બંને ભાઇઓને ઇજાઓ પહોંચી હતી. જેથી એમ્બ્યુલન્સ ગાડીમાં બેઠેલા એક ભાઈને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ગાડીનો ચાલક ગાડી મૂકી નાશી છૂટ્યો હતો.