સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 પર વ્યારા તાલુકાના બોરખડી ગામની સીમમાં સાંજના સુમારે શાકભાજી લઈને મહારાષ્ટ્ર તરફ જઈ રહેલા ટેમ્પો નંબર એમએચ 20 જીસી 2539ના ચાલકએ સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા આગળ જઈ રહેલા ટ્રક નંબર gj36 x 9533 ના પાછળના ભાગે ટેમ્પો અથડ
.

આ અકસ્માતમાં ટેમ્પોનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી જતા ચાલકના પગ ફસાઈ ગયા હતા. આ અકસ્માતની જાણ થતા વ્યારા ડીવાયએસપી પી.જી.નરવડેે, ટ્રાફિક પો.કો અંકિત ચોધરી અને ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જે બાદ વ્યારા પાલિકા ફાયર બ્રિગેડ અને જેસીબીની ટીમ પણ ઘટના સ્થળે આવી ઈલેક્ટ્રીક કટર વડે કેબિનના કેટલોક ભાગ કાપી ચાલકના પગ ફસાઈ હતા. તે એક કલાકની જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાઇવે પર ટ્રાફિકજામના થાય એ માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક લાઇન ચાલુ રાખવામાં આવી હતી.
[ad_1]
Source link

