Tapi: હરિયાણાથી વડોદરા આવતી લકઝરીમાંથી 34 લાખનો વિદેશી દારુ પકડાયો

    0
    12

    [ad_1]

    ગુજરાતમાં દારૂબંધી છે આ વાક્ય માત્ર કાગળ પર રહી ગયું છે. છાશ વારે ગુજરાતમાં મસમોટો દારૂનો જથ્થો પકડાતો રહે છે. હરિયાણાથી વડોદરા જતી લકઝરી બસમાંથી 34 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. પોલીસે સોનગઢ ચેક પોસ્ટ પાસેથી લકઝરીમાંથી દારુ પકડી પાડ્યો છે. પોલીસે દારૂનો જથ્થો અને લકઝરી સહિત કૂલ 49.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    અલગ અલગ બ્રાંડની દારૂની 3240 બોટલો મળી

    પ્રાપ્ત વિગતો પ્રમાણે તાપી એલસીબીને લકઝરી બસમા દારુ લવાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે એલસીબીએ સોનગઢ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી હતી. હરિયાણાથી વડોદરા જતી લક્ઝરીમાંથી એલસીબીએ 34 લાખની કિંમતનો દારુ ઝડપી પાડ્યો હતો. લકઝરીમાં છતમાં બનાવેલા ખાનાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવાયો હતો. એલસીબીએ ચેક કરતાં 34,69,440 રૂપિયાની અલગ અલગ બ્રાંડની દારૂની 3240 બોટલો લકઝરીમાંથી મળી આવી હતી.

    લક્ઝરી બસ મળી કુલ 49,84,640 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

    પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને લક્ઝરી બસ મળી કુલ 49,84,640 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારુ પ્રવેશી રહ્યો છે. છાશ વારે પોલીસ બોર્ડર તરફથી રાજ્યમાં ઘૂસાડવામાં આવતો દારુ પકડી રહી છે. આ દારુ કોણ મોકલે છે અને કોણ મંગાવે છે તેની તપાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

    [ad_2]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here