તાપી જિલ્લામાં દીકરીઓ સુરક્ષિત નથી કારણ કે વધુ એક 60 વર્ષીય વૃદ્ધ દુકાનદારે પેપ્સીની લાલચ આપીને 11 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું હોવાની વિગતો સામે આવી છે. એક જ મહિનામાં પેપ્સીની લાલચ આપી બીજા એક 60 વર્ષના વૃદ્ધ દુકાનદારે માસૂમ દીકરી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સાંજના સમયે 11 વર્ષની દીકરી સુરેશ ગામીતની દુકાને ગઈ હતી
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક ગામમાં રહેતા નાનકડા પરિવારમાં માતાપિતા સાથે એક 11 વર્ષ અને એક 9 વર્ષની દીકરી રહે છે. મજૂરી કરી પેટિયું રળીને આ પરિવાર જીવન જીવી રહ્યો છે, તે દરમ્યાન ગત 22 તારીખના રોજ પરિવારના મોભી મજૂરી કરવા સવારે ઘરેથી નીકળી રહ્યા હતા. ત્યારે બંને દીકરીઓ પણ શાળાએ અભ્યાસ માટે ગઈ હતી. શાળા સવારના સમયની હોવાથી બંને બહેનો શાળાએથી બપોરે પરત આવી ગઈ હતી. જો કે રોજની જેમ બંને બહેનો રમવા જતી રહી હતી. બંને બહેનોમાં મોટી 11 વર્ષની દીકરી સાંજના સમયે ગામમાં જ 60 વર્ષીય સુરેશ નુરજી ગામીતની દુકાને ગઈ હતી.
દીકરી ઘરે ના પહોંચતા માતા શોધવા નીકળી
ત્યારબાદ થોડા સમય પછી દીકરીની માતા હજુ સુધી દીકરી ઘરે કેમ નથી આવી તે તપાસ કરવા નીકળી હતી. આ તરફ દીકરી સૂમસામ હાલતમાં સુરેશ નૂરજી ગામીતની દુકાન બહાર બેઠી હતી. માતાએ દીકરીને પૂછ્યું કે તું અહી ચૂપચાપ બેઠી છે? ત્યારે 11 વર્ષની માસુમ દિકરીએ માતાને આપવીતી વર્ણવી હતી. ત્યારે દુકાનદારની દીકરી તેના પિતાની આ કરતૂત જાણતી હોવાથી કંટાળેલી પુત્રીએ આ માસૂમ દીકરીને શોધતી તેની માતાને બોલાવી હતી અને પોતાના જ પિતાની કરતૂતનો પર્દાફાશ કર્યો હતો.