Rutul Panchal, Tapi: છેલ્લા થોડા વર્ષો અગાઉ રાજ્યભરમાં માર્ચ મહિના બાદ પાણીની સમસ્યાઓની ફરિયાદ સરકાર સામે આવતી હતી, હવે આ ફરિયાદો થોડા સમયથી ભૂતકાળ બની ગઈ છે. સરકારની સંવેદનશીલતાથી અને અથાગ પ્રયત્ન અને દીર્ઘ દ્રષ્ટિથી ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતી પાણીની સમસ્યાઓનો મહત્તમ ઉકેલ આવી ગયો છે.
રાજ્યની સંવેદનશીલ સરકારે દીર્ઘ દ્રષ્ટિ વાપરીને ચોમાસાના વહી જતા પાણીને અટકાવી તેને ગામમાં જ આવેલા તળાવોમાં એકત્રિત કરીને બારેમાસ ગામવાસી ઓની પાણીની જરૂરિયાત સંતોષવા માટે પૂરતું સાબિત થઈ રહ્યું છે, આ સાથે આસપાસના બોર કૂવાઓના જળસ્તર પણ ઉપર આવતા મહદઅંશે પાણીની સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો છે.
દેશના વડાપ્રધાનએ પ્રત્યેક જિલ્લાઓમાં 75 જેટલા અમૃત સરોવર બનાવવાનું આહવાન કરેલ હતું, જે અનુસંધાને તાપી જિલ્લામાં પ્રથમ તબક્કામાં 20 અમૃત સરોવરનું કામ પરીપૂર્ણ થઈ ગયું છે, આ અમૃત સરોવરોમાં પાળા મજબૂતીકરણ અને સ્ટોન પીચિંગ કરી ફરતે પેવર બ્લોક નાખી તેના પર બાકડાઓ અને સોલાર લાઈટ, વૃક્ષારોપણ કરી ગામના પાણીના સ્ત્રોતમાં વધારો કરીને દર વર્ષે સર્જાતી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની સાથે સાથે હરવા ફરવાના સ્થળમાં વધારો કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લાના ક્યાં ક્યાં વિસ્તારમાં અમૃત સરોવર બનાવમાં આવ્યા છે
વ્યારા, સોનગઢ, ડોલવણ, કુકરમુંડા તાલુકા મળી કુલ 20 જેટલા અમૃતસરોવર બનાવવામાં આવ્યા છે. જેમાં વ્યારા તાલુકાના ગામોમાં રામપુરા નજીક, ઇન્દુ, આંબિયા 01, આંબિયા 02, કાટિસકુવા નજીક, ચાપાવાડી, કાટકુઈ (ગભાણ ફળિયું), કસવાવ, જેસિંગપુરા, ખૂરદી ત્યારે ડોલવણ તાલુકાના ગામોમાં બેડચીત,
એમોનિયા, પીઠાદરા, ઉમરવાવ નજીક 01, ઉમરવાવ નજીક 02, પલાસિયા 01 અને સોનગઢ તાલુકાના ગામોમાં ગાળકુવા, ગુનખડી, પહાડદા અને કુકરમુંડા તાલુકાના તોરંદા ગામે અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે.
News18ગુજરાતી
આ અમૃત સરોવર બનાવવાના કારણે આસપાસના વિસ્તારમાં ખેતીના પાકોમાં શેરડી, ડાંગર,બાજરી, અથવા અન્ય શાકભાજીની ખેતીમાં અમૃત સરોવરનું નિર્માણ થતાં બારેમાસ પાણી મળી રહતા ખેડૂતોમાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર