રાજ્યમાં દિવસેને દિવસે ચોરી, લૂંટ અને યુવતીની છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તાપીમાં એક વેપારીએ યુવતીની છેડતી કરી છે. છાકટા બનેલા મીઠાઈના વેપારીએ યુવતીની છેડતી કરતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વ્યારાની ભારત સ્વીટ માર્ટના છાકટા સંચાલકે યુવતીની છેડતી કરી છે.
વેપારી સામે છેડતી અને એટ્રોસીટી હેઠળ ગુનો દાખલ કરાયો
તમને જણાવી દઈએ કે ભારત સ્વીટ માર્ટના સંચાલક મુકેશ કેશારામ ચૌધરીએ યુવતીની છેડતી કરી છે. મૂળ રાજસ્થાનના અને કેટલાય વર્ષોથી વ્યારામાં ભારત સ્વીટ માર્ટ ચલાવતા મુકેશ ચૌધરી સામે પોલીસે કાર્યવાહી શરૂ છે. વ્યારા પોલીસે ફરિયાદના આધારે મીઠાઈના છાકટા વેપારી મુકેશ ચૌધરી સામે પીધેલા અને છેડતી અને ઍટ્રોસીટી હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પાલીતાણામાં વિદ્યાર્થીની સાથે અડપલાં કરનાર ઝડપાયો
પાલીતાણામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાલીતાણા શહેરમાં 13 વર્ષની વિદ્યાર્થીની પર સ્કૂલ વાન ચાલકે અડપલા કર્યા છે. 13 વર્ષની વિદ્યાર્થીની સાથે ગંદી હરકત કરી અડપલા કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્કુલવાન ચાલકની આ કરતૂતથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બાળકીએ માતા-પિતાને વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. તળેટી ખાતે આવેલી ચ.મો વિદ્યાલયની વિદ્યાર્થીની સાથે આ બનાવ બન્યો છે. વાલી દ્વારા સ્કૂલમાં જાણ કરવામાં આવતા ટ્રસ્ટીઓ દ્વારા મામલો દબાવી દેવા માટે જણાવ્યું, ત્યારે ચત્રભૂજ મોતીલાલ વિદ્યાલયના સંચાલકો સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જૈન સમાજના આગેવાનો સહિત દ્વારા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.