તાપીની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેલા ગેસના બાટલમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો જેના કારણે દોડધામ મચી હતી,તો સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગને કાબુમાં લીધી હતી અને તો લોકો ઝૂંપડપટ્ટી ખાલી કરીને બહાર નીકળી ગયા હતા.
તાપીમાં ઝૂંપડપટ્ટીમાં આગ બાદ ખુલી શકે છે કૌભાંડ
ફાયર વિભાગ અને પોલીસ વિભાગની તપાસમાં સામે આવ્યું કે ઝૂંપડપટ્ટીમાં 24 ગેસના સિલિન્ડર મળ્યા છે,તો આટલા બધા સિલિન્ડર કઈ રીતે આવ્યા હશે તેને લઈ એક સવાલ ઉભો થયો છે,કોઈ કૌંભાડ ચાલે છે કે શું તેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,વ્યારાના કાનપુરા ખટાર ફળિયામાં લાગી હતી આગ અને આગને કાબુમાં લીધા બાદ અન્ય ગેસના બાટલા પણ મળી આવ્યા હતા,તો બાટલા કયાંથી આવ્યા અને કોના છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઝૂંપડાઓમાંથી મોટી સંખ્યામાં સિલિન્ડર મળતા સવાલ
ઝૂંપડપટ્ટીમાં આટલા સિલિન્ડર ક્યાથી આવ્યા તે તપાસનો વિષય બન્યો છે,પોલીસને અને ફાયર વિભાગને શંકા છે કે,ઝૂંપડપટ્ટીમાં ગેસ રિફિલિંગ થતું હોઈ શકે છે જેના કારણે ગેસના બાટલા મૂકવામાં આવ્યા હોય અને કોઈ કારણોસર આગ લાગી હોય.શાસ્ત્રીનગરના ગેટ નં.3 પાછળ ઝૂંપડાઓમાં આગ પ્રસરી ગઈ હતી,તો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.