- સોનગઢનો ચિમેર ધોધ સોળે કળાએ ખીલ્યો
- 200 ફૂટ ઊંચાઈથી પડતો ધોધ જીવંત થયો
- સહેલાણીઓને સાવચેતી રાખવા અપીલ
તાપીના સોનગઢનો ચિમેર ધોધ સોળે કળાએ ખીલ્યો છે,આ ધોધ 200 ફૂટ ઊંચાઈથી પડે છે જેને લઈ કુદરતી સૌદર્ય ખીલ્યુ છે,સોનગઢથી 40 કિલોમીટર દૂર જંગલમાં આવ્યો છે ધોધ.રસ્તો અને સ્થળ દુર્ગમ હોવાથી સહેલાણીઓને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે,ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા આ ધોધ જીવંત થયો છે.
ચીમેર ધોધ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ધોધ
ચીમેર ધોધ દક્ષિણ ગુજરાતનો સૌથી ઉંચાઈથી પડતો ધોધ છે,આ સ્થળને હજી પણ સારી રીતે વિકસાવવામાં આવે તો એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી શકે છે,આ કુદરતી ધોધને નિહાળવા આસપાસના ગામના લોકો અને પર્યટકો આવતા હોય છે,ધોધ ઉંચાઈ પર હોવાથી તેની આસપાસ સુરક્ષા ગોઠવવી જરૂરી બન્યું છે. જયાંથી પાણીનો ધોધ નીચે પડે છે એ સ્થળે કાળા પથ્થરની શિલાઓ આવેલ છે, ભારે વરસાદનો સમય હોય ત્યારે બે ભાગમાં સામસામે પડતું હોય એવું જોઈ શકાય છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
ધોધ જીવંત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમકે ગામડા વિસ્તારના લોકો ડેમ અને નાનાચેકડેમ પર આધારીત હોય છે,ખેડૂતોને આશા જાગી છે કે સારો વરસાદ થયો હોવાથી અને ધોધ જીવંત થયો હોવાથી આસપાસના ગામડાઓમાં પાણીની તકલીફ દૂર થશે સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે માટે ખેડૂતોની આશા જીવંત થઈ છે.
આ ધોધથી નજીક કયાં સ્થળો આવેલા છે તેની પર નજર કરીએ
સોનગઢથી ગૌમુખ મંદિર 16 કિમી
સોનગઢથી ચીમેર ધોધ 32 કિમી
સોનગઢથી શબરીધામ મંદિર 50 કિમી
સોનગઢથી ગિરીમાળા ધોધ 55 કિમી
સોનગઢથી મહાલ કેમ્પ સાઈડ 36 કિમી