તળાજા વાસીઓ ભાવનગર અથવા તો અન્ય મહાનગરમા જઇ રહ્યા છે. તો તાલુકાના ગામડાઓ રહેવાસીઓ તળાજામા રહેવા આવી રહ્યા છે. ઉપરાંત રાજ્ય કે દેશના અન્ય પ્રાંતમાંથી અહીં નોકરી ધંધાર્થે આવ્યા હોય તેવા અનેક પરિવારોને તળાજા માફ્ક આવી જતા રહેવા માટે પોતાના ઘરના ઘરથી લઈ મિલ્કત ખરીદી રહ્યા છે. જેને લઈ અવિરત વિકાસના માર્ગે તળાજા છે. તળાજામા ગાંધીજીના બાવલા પાસે મિલ્કતનો સાડા ત્રણ કરોડમા સોદો થતા 80 હજાર રૂપયે વાર પડશે.
જિલ્લામા કોમર્શિયલ મિલ્કતના સૌથી વધુ ભાવ તળાજાના હોવાનું કહેવાય છે. આ વાતને સમર્થન આપતો એક સોદો થતા તે સોદાની કિંમત, જમીનની વેલ્યુને લઈ ચર્ચાનો દૌર શરૂ થયો છે. રહેણાંક મકાન અને કોમર્શિયલ વિસ્તાર સતત વધી રહ્યો છે. શહેરના ગાંધીજીના પૂતળા નજીક આવેલ એક મિલ્કતનો સાડા ત્રણેક કરોડમા સોદો થયો છે.
આશરે સાડી પાંચસો વાર જગ્યા છે. તેના ઉપર રહેણાંક મકાન ઉભું છે. સાડા ત્રણ કરોડમા સોદો માત્ર એકજ જગ્યાનો છે. બહાર રોડ પરની દુકાનો છે. તે ભર્યાં કબ્જે છે. જાણકારના મંતવ્ય પ્રમાણે જગ્યા ટાઇટલ ક્લિયર કરશે ત્યારે ખરીદનાર ને અંદાજે 80 હજાર રૂપિયા વાર જગ્યા પડશે.ખરીદનાર તળાજામા વેપાર ધરાવે છે.
કન્સ્ટ્રકશન કામ માટે પરપ્રાંતીય આવી ગયા
સ્થાનિક કડીયા, દાડીયા સહિતના શ્રામિકોની સામે તળાજા શહેર પંથકમાં ચાલતા બાંધકામ ના કામ માટે પાવાગઢ તરફ્થી શ્રામિકો આવી ગયા છે. આ લોકો જ્યાં કામ શરૂ હોય છે ત્યાંજ રહેણાંક બનાવી નાખે છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી કામ કરતા હોય બ્રોકર અથવા તો મિલ્કત ધારકનું ઝડપી કામ થાય છે.
આર્થિક રીતે સામાન્ય પરિવારોની ખરીદ શક્તિ ઘટી
જીવનના 70 દાયકે પહોંચેલા રિયલ એસ્ટેટ ના જાણકાર ના કહેવા મુજબ ચાર દાયકા પહેલાં 400 વાર નો પ્લોટ કોમન ગણાતો હતો.ધીરેધીરે ખરીદ શક્તિ ઘટીરહી છે.આજે 50,75,100 વારના પ્લોટની જ માગ છે.
તળાજાનો રૂપિયો બહાર જઈ રહ્યો છે
ગામડાના અનેક ખેડૂત પરિવાર છે. જેણે તળાજામા મિલ્કત લીધા બાદ હવે દર વર્ષે ખેતીની આવક માંથી મોટા નગરમા મિલ્કતની ખરીદી કરી રહ્યા છે. તેના કારણમાં એવું જાણવા મળ્યુ હતુંકે ત્યાં અહીં કરતા સસ્તી મિલ્કત મળે છે તેની સામે ભાડું વધુ મળે છે.