Surendranagar: ઘર-પરિવારની જવાબદારી સાથે પોતાની ફરજ સુપેરે સેવા નિભાવતી મહિલાઓ

0
6

જર્મન એકટીવીસ્ટ કલારા ઝેટકીનએ વર્ષ 1911માં સૌપ્રથમવાર યુરોપિયન દેશોમાં મહિલા દિવસ ઉજવ્યો હતો. બાદમાં મહિલા શકિતને બિરદાવવા યુનાઈટેડ નેશન્સ દ્વારા 1975માં તા. 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિન મનાવાય છે.

ત્યારે ઝાલાવાડની જો વાત કરીએ તો જિલ્લામાં અનેક ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓ બિરાજમાન છે. જેઓ ઘર-પરિવાર સાથે પોતાની ફરજ પણ નિભાવી રહી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધીકારી કુમુદબેન યાજ્ઞીક, એડીશનલ ડિસ્ટ્રીકટ અને ફેમીલી કોર્ટના જજ માધવીબેન ભટ્ટ, ગ્રાહક સુરક્ષા કોર્ટના પ્રેસીડેન્ટ અન્નપુર્ણાબેન કંસારા, સભ્ય અર્ચનાબેન પંડયા, એડીશનલ સિવિલ જજ સુરભીબેન શર્મા, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિ.ના જનરલ મેનેજર કોમલબેન અડાલજા, ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર દીપાબેન, નાયબ કાર્યપાલક ઈજનેર કીન્નરીબેન, લેબર કોર્ટના પ્રીસાઈડીંગ ઓફીસર જયોતીબેન ચૌહાણ, મદદનીશ ચેરીટી કમીશ્નર મીનલબેન સ્નેહી, મદદનીશ વન સંરક્ષક રાધીકાબેન પરસાણા, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી પ્રીતીબેન પટેલ, ડીએસઓ એ.જી.ગજ્જર, સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યપાલક ઈજનેર ઉર્વશીબેન તલાવીયા, જિલ્લા રોજગાર અધિકારી ચેતનાબેન મોરડીયા, જિલ્લા રજીસ્ટ્રાર કોમલબેન ચૌધરી, મદદનીશ શ્રમઆયુકત સુરભીબેન ભપ્પલ, સહાયક વેચાણ વેરા કમીશ્નર આસીયાનાબેન તરબદા, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર ભાવનાબેન જીડીયા, સી.યુ.શાહ મેડીકલ કોલેજના ડીન ડો. રીનાબેન ગઢવી, પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.બી.વલવી, ટી.બી.હીરાણી, એમ.એચ.પઠાણ, પીએસઆઈ સી.એ.એરવાડીયા, એ.આર. ડાંગર, એલ.બી.બગડા સહિતનાઓ પોતાની ઘર-પરિવારની જવાબદારી સાથે ફરજ પણ નિભાવી રહ્યા છે. જયારે સેવા ક્ષેત્રે પણ મહિલાઓ અગ્રેસર છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજના પદ્મશ્રી મુકતાબેન ડગલી, ભાવના ચેરીટેબલ ટ્રસ્ટના માધવીબેન શાહ, વર્ધમાન ગૃહ ઉદ્યોગ સંસ્થાના પન્નાબેન શુકલ, રોટરી કલબ ઓફ વઢવાણના પ્રમુખ હીતાબેન જાની સહિતનાઓ ઘર પરિવારની જવાબદારી સાથે સેવા પણ કરી રહ્યા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here