Surendranagar: 181 હેલ્પલાઈનનો 1 દાયકો, 30,126 મહિલાની વહારે આવી

0
8

મહીલાઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી 181 અભયમ મહીલા હેલ્પલાઈનને આજે રાજયભરમાં 10 વર્ષ પુરા થાય છે. તા. 8મી માર્ચ 2015ના રોજ વિશ્વ મહીલા દિને શરૂ થયેલી આ સેવાને ઝાલાવાડમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. 10 વર્ષમાં ટીમ એક કોલ મળતા 30,126 મહીલાઓની મદદે દોડી ગઈ છે.

વર્ષ 2024ની જો વાત કરીએ તો 781 કેસમાં 181ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 509 કેસમાં સમાધાનકારી વલણ અપનાવી કેસનો નિકાલ કરાયો હતો. જયારે 272 કીસ્સાઓમાં આગળની કાર્યવાહી માટે કેસ પોલીસ મથક, મહીલા સહાયતા કેન્દ્ર કે સખી વન સ્ટોપ સેન્ટર રીફર કરાયો હતો.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ.એમ.આર. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઈન તરીકે અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન તા. 8મી માર્ચ 2015ના રોજ સમગ્ર રાજય સાથે ઝાલાવાડમાં પણ શરૂ કરાઈ હતી. પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ માટે આ સેવા સુરેન્દ્રનગર જિલ્લાની મહીલાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે. 24×7 વિનામૂલ્યે કાર્યરત આ સેવા મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામના સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિનજરુરી ફોન કોલ-મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઈમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બનેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 10 વર્ષમાં 181ની ટીમે કુલ 30,126 મહીલાઓની મદદ કરી સલાહ-સુચન અને માર્ગદર્શન તથા બચાવની કામગીરી કરી છે. જયારે ગત વર્ષ 2024ની વાત કરીએ તો ટીમના કાઉન્સીલરને એક કોલ મળતા જ 781 મહીલાઓની વ્હારે દોડી ગયા હતા. જેમાં 509 કેસમાં કુશળ કાઉન્સેલીંગ કરીને સમાધાનકારી વલણ અપનાવાયુ હતુ. જયારે 272 કેસમાં પીડિતાની સમસ્યા ગંભીર જણાતા આગળની કાર્યવાહી માટે કેસ પોલીસ મથક, મહીલા સહાયતા કેન્દ્ર કે સખી વન સ્ટોપ સેન્ટર રીફર કરાયો હતો.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here