Surendranagar: સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર SMCના દરોડા, 74.68 લાખનો મુદ્દામાલ જપ્ત

0
12

સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર ચાલતા કેમિકલ ચોરીના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે. હોટેલની આડમાં ચાલતું કેમિકલ ચોરીનું કારસ્તાન SMCની ટીમે દરોડા પાડીને ઝડપ્યું છે. SMCના દરોડામાં કેમિકલનો જથ્થો પકડાયો છે. SMCના દરોડામાં 1 આરોપી ઝડપાયો છે અને 7 લોકો હાલમાં ફરાર થઈ ગયા છે.

સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ SMCએ કરી કાર્યવાહી

SMCની ટીમે કેમિકલનો જથ્થો, ટેન્કર, કાર સહિત રૂપિયા 74.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMCએ ખેલ પાડી દીધો છે અને પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાઈવે પરની હોટલોમાં ચાલતા કારસ્તાનનો પર્દાફાશ SMCની ટીમે કર્યો છે અને ફરી એક વખત સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

રામોલમાં 20.78 લાખનો દારૂનો જથ્થો જપ્ત

ગઈકાલે 22 માર્ચે જ અમદાવાદના રામોલમાં એક ટ્રાવેલ્સમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. રામોલમાં સમા રો હાઉસ પાસે આવેલી ટ્રાવેલ્સમાંથી દારૂ ઝડપાયો હતો. મધ્યપ્રદેશની બસમાંથી દારૂની 52 બોટલ અને બિયરના 48 ટીન મળી આવ્યા હતા. 48,580 રૂપિયાના દારૂ અને બસ સહિત 20.78 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને આ ઉપરાંત ભરત દેસાઈ, વિનોદ ઠાકોર, ઉદયસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે દારૂ મગાવનાર રામોલનો કરણસસિંહ સિસોદિયા હાલમાં ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે હાલમાં રામોલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here