રતનપરની શિવધારા સોસાયટી અસ્તીત્વમાં આવી ત્યારથી સોસાયટીમાં રસ્તા અને ભુર્ગભ ગટરનો અભાવ છે. ત્યારે સપ્તાહની શરૂઆતે જ સોમવારે આ સોસાયટીની મહિલાઓ રજૂઆત માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી પહોંચી હતી. અને રસ્તા તથા ગટરની સુવિધા આપવા માંગ કરી છે.
રતનપરના છેવાડાના વિસ્તારમાં શિવધારા સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં અંદાજે 400થી વધુ પરીવારો વસવાટ કરે છે. પરંતુ સોસાયટી અસ્તીત્વમાં આવી ત્યારેથી સોસાયટીમાં રસ્તા બન્યા નથી. આ ઉપરાંત ભુગર્ભ ગટર પણ નથી. આથી સોમવારે શીવધારા સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં રજૂઆત માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ મનપાના કેમ્પસમાં એકઠા થઈ અમને સુવિધા આપોના નારા લગાવ્યા હતા. જયારે મનપા અધિકારીઓને મૌખીક રજૂઆત કરી રસ્તા અને ભુગર્ભ ગટરની સુવીધા આપવા માંગ કરી હતી. આ ઉપરાંત મહિલાઓના જણાવાયા મુજબ દર વર્ષે ચોમાસાના સમયે અમારી સોસાયટીના રસ્તાઓ પાણીમાં ડુબી જાય છે. વરસાદના વીરામ બાદ પણ આ પાણી ઓસરતા નથી. આથી શાળાના બાળકોને સ્કુલે જવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત કોઈ બીમાર પડે તો પણ એમ્બ્યુલન્સ સહિતના વાહનો આવી શકતા નથી. આથી આ સમસ્યાનો પણ આગામી ચોમાસા પહેલા નિકાલ આવે તેવી માંગ મહિલાઓએ કરી હતી.
[ad_1]
Source link