સુરેન્દ્રનગરના લીંબડી-ધંધૂકા હાઇવે પર અંગત અદાવતમાં હુમલો થયાની ઘટના સામે આવી છે. બોરણા ગામે સામાન્ય બાબતે બોલાચાલી બાદ 3 વ્યક્તિઓ પર છરી, ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જેમાં ત્રણ પૈકી એક યુવકની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
લીંબડી-ધંધુકા હાઇવે પર આવેલા બોરણા ગામે મારામારીની ઘટના સામે આવી છે. મારામારીની ઘટનામાં 3 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, બોરણા ગામે સામાન્ય બાબતે બોલાચાલીમા મામલો બિચકતા છરી તથા ધોકા અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં 3 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બોરણા ગામે મારામારીની ઘટનાનું મુખ્ય કારણ અંગત અદાવતમાં હુમલો કરીને હુમલાખોરો નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યા હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં 3 વ્યક્તિ પૈકી એક યુવકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.