રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટથી ઉત્તરાખંડના લાલકુંઆ સુધી સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આ ટ્રેનને સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ રેલવે સ્ટેશને સ્ટોપ અપાયુ છે. વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં ભારે ભીડ રહે છે.
મુસાફરોની ટીકીટ મોટાભાગે વેઈટીંગમાં હોય છે. જેમાં અમુકવાર તો કન્ફર્મ પણ થતી નથી. ત્યારે મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડીવીઝન દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટથી ઉત્તરાખંડ રાજયના લાલકુંઆ રેલવે સ્ટેશન સુધી સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. મળતી માહીતી મુજબ આ સ્પેશ્યલ ટ્રેન તા. 10 માર્ચથી દર સોમવારે રાત્રે 22-30 કલાકે રાજકોટથી ઉપડશે. જયારે દર બુધવારે વહેલી સવારે 4-05 કલાકે લાલકુંઆ પહોંચશે. જયારે દર રવિવારે બપોરે 13-10 કલાકે લાલકુંઆથી ઉપડી બીજા દિવસે સોમવારે સાંજે 18-10 કલાકે રાજકોટ પહોંચશે. તા. 9 માર્ચથી 28 એપ્રીલ સુધી આ ટ્રેન 16 ફેરા કરનાર છે. આ ટ્રેનને બન્ને દીશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુચમન સીટી, નાવા સીટી, કુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, કેન્ટ, હાથરસ સીટી, કાસગંજ, સોરોનશુકર, બદાયુ, બરેલી સીટી, ઈજ્જતનગર, ભોજીપુરા, બહેરી, કીચ્છા સ્ટેશન પર સ્ટોપ કરશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપરકોચ રહેશે.
[ad_1]
Source link

