સુરેન્દ્રનગર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. 6માં પ્રવેશ માટે તા. 18ના રોજ પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. જેમાં જિલ્લાના 29 પરીક્ષા સ્થળોએ 6,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા. ત્યારે શનિવારે યોજાયેલી પરીક્ષા 6,087 વિદ્યાર્થીઓએ આપી છે. આ પરીક્ષામાં 561 ગેરહાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જિલ્લાની એકમાત્ર જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે. આ વિદ્યાલયમાં ધો. 6થી 12 સુધીનો અભ્યાસ કરાવાય છે. જેમાં વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સગવડ પણ ત્યાં જ હોય છે. કેન્દ્રીય પરીક્ષા પધ્ધતીથી ચાલતા અભ્યાસ ક્રમો મુજબ અભ્યાસ કરાવાતો હોય તેમાં પ્રવેશ માટે પડાપડી રહે છે.
ત્યારે જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં આગામી શૈક્ષણીક વર્ષમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન જિલ્લાભરમાં તા. 18ને શનિવારે કરાયુ હતુ. જેમાં 29 પરીક્ષા સ્થળોએ 6,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નોંધાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકામાં અલ્ટ્રાવીઝન સ્કૂલ, દયામયી માતા સ્કૂલ, જે.એન.વી. સ્કૂલ, લીંબડીમાં સર જે. હાઈસ્કૂલ, નીલકંઠ વિદ્યાલય, શીવાંગીબા ઝાલા સ્કૂલ, બી.એ. કન્યા વિદ્યાલય, સાયલાની એલ.એમ. વોરા સ્કૂલ, મોડેલ સ્કૂલ, બ્રીલીયન્ટ હાઈસ્કુલ, વિવેકાનંદ સ્કૂલ, ચોટીલાની એન.એન.શાહ હાઈસ્કૂલ, ઉત્તર બુનીયાદી શાળા, શેઠ જે.એસ. હાઈસ્કૂલ, મુળીની મોડેલ સ્કૂલ, તેજેન્દ્રપ્રસાદજી હાઈસ્કૂલ, લખતરની ભાવગુરુ સ્કૂલ, એ.વી.ઓઝા સંસ્કાર વિદ્યાલય, ધ્રાંગધ્રાની શિશુકુંજ સ્કુલ, એમ.ડી.એમ. કન્યા વિદ્યાલય, સ્વામીનારાયણ હાઈસ્કૂલ ભગવતધામ, પાટડીની સુરજમલજી હાઈસ્કૂલ, સરસ્વતી અલ્ટ્રાવીઝન સ્કૂલ, મોડેલ સ્કુલ, ચૂડાની સી.ડી.કપાસી હાઈસ્કૂલ, મોડેલ સ્કૂલ ગોખરવાળા, થાનની મ્યુનીસીપલ હાઈસ્કૂલ, સનરાઈઝ સ્કૂલમાં પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં નોંધાયેલા 6,648માંથી 561 ગેરહાજર રહ્યા હતા. અને 6,087 વિદ્યાર્થીઓએ શાંતીપુર્વક પરીક્ષા આપી હતી.