Surendranagar: ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ સીમમાં સાકરટેટીનું વાવેતર કરી સાકર જેવી આવક મેળવતા

    0
    15

    ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના 5થી 7 ખેડૂતો બાગાયતી પાક એવી સાકરટેટીની ખેતી કરી સાકર જેવી આવક મેળવી રહ્યા છે. અગાઉ તેઓ કપાસ, એરંડા, જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ તેના પુરતા ભાવ ન મળતા તેઓ સાકરટેટીની ખેતી તરફ વળ્યા છે. ઉનાળામાં જેની ભારે માગ રહે છે તેવી સાકરટેટીનો પ્રતિ વીઘા 200થી 250 મણનો ઉતાર આવે છે. અને રૂ. 25થી 27 પ્રતિ એક કિલોના ભાવે વેપારીઓ ખેતરે આવી સાકરટેટી લઈ જાય છે.

    સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ આવતા ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડુતોની સાફલ્યગાથા જિલ્લાના અન્ય ખેડુતો માટે પ્રેરણા દાયક બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ખેડુતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. હાલ જિલ્લામાં દાડમ, જામફળ, ચીકુ, લીંબુ, પપૈયા સહિતના પાકોનું વાવેતર થાય છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રકાશભાઈ પટેલ, ચેતનભાઈ ચાવડા, સુરેશભાઈ પટેલ સહિત 5 થી 7 ખેડુતો સાકરટેટીની ખેતી કરી રહ્યા છે. આ અંગે ખેડુતોએ જણાવ્યુ કે, અગાઉ તેઓ કપાસ, એરંડા જેવા પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ તેમાં ઉત્પાદન ખર્ચ વધી જતા અને પાકોના પુરતા ભાવ મળતા ન હતા. જયારે કોઈવાર તેમાં રોગચાળાનો પણ ખતરો રહેતો હતો. આથી પાણીની સગવડ હોવાથી એકના એક પાકનું વાવેતર કરવાના બદલે તેઓએ બાગાયતી પાક સાકરટેટીની ખેતી કરવાનું વિચાર્યુ હતુ. અને પોતાના ખેતરમાં તેઓએ સાકરટેટીનું વાવેતર કર્યુ છે. કપાસનો જયાં વીઘે 7 થી 8 મણનો ઉતારો આવે છે. તેની સામે સાકરટેટ વીઘે 200થી 250 મણ ઉતરે છે. અને 70 દિવસમાં જ પાક તૈયાર થઈ જાય છે. જયારે ગત વર્ષે તેના ભાવ 20 રૂપીયા પ્રતી કિલો હતા જે આ વર્ષે વધીને 25થી 27 બોલાવા લાગ્યા છે. જયારે ખાસ વાત તો એ છે કે, સાકરટેટીનો તૈયાર પાક ખેડુતોને કયાંય વેચવા જવો પડતો નથી. અમદાવાદ સહિત મેગાસીટીના વેપારીઓ ખેતરે આવી માલની કવોલીટી જોઈને મોટી માત્રામાં માલ લઈ જાય છે. સરકાર જયારે ખેડુતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે ત્યારે આવક વધારવા માટે નવલગઢના ખેડુતોએ બાગાયતી પાકોની ખેતી કરવા અન્ય ખેડુતોને રાહ ચીંધી છે.

    આ અંગે ધ્રાંગધ્રાના બાગાયતી અધિકારી જી.આર.ચૌધરીએ જણાવ્યુ કે, જિલ્લામાં બાગાયતી ખેતી કરવા માંગતા ખેડૂતોને પુરતી સલાહ અને માર્ગદર્શન અપાય છે. સાકરટેટીના વાવેતર માટે મલચીંગ અને ગ્રો કવરનો ઉપયોગ કરવાથી સારી કવોલીટીની સાકરટેટી ઉતરે છે. જયારે આ અંગે ખેડૂતોને સરકાર તરફથી સહાય પણ આપવામાં આવે છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here