સુરેન્દ્રનગર એેસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફના અનીરૂધ્ધસીંહ, મહાવીરસીંહ સહિતનાઓ દસાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે મેરા ગામે રહેતા દોદલ સંધી પાસે ગેરકાયદે હથિયાર હોવાનું તથા તે ગામની સીમમાં પસાર થતો હોવાની બાતમી મળી હતી.
આથી સ્ટાફે વોચ રાખી હતી. જેમાં મેરાનો 42 વર્ષીય દોદલ સુમારભાઈ સંધી રૂ. 3 હજારની કિંમતની ગેરકાયદેસર બંદુક સાથે ઝડપાયો હતો. આ શખ્સ સામે દસાડા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વી.જે.માલવીયા ચલાવી રહ્યા છે.બીજી તરફ એસઓજી ટીમના રવીરાજભાઈ ખાચરને મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે ગેરકાયદેસર હથિયારની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ભવાનીગઢનો 20 વર્ષીય રોહીત મનસુખભાઈ દેકાવડીયા રૂ. 5 હજારની કિંમતની દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મજરલોડ બંદુક સાથે ઝડપાયો હતો. આ શખ્સ સામે મૂળી પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.