Surendranagar : ઝાલાવાડમાં જુગારના 8 દરોડા: 29 પકડાયા, 1 વોન્ટેડ

0
3

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે ર, લખતરના સદાદ અને ભાસ્કરપરા, લીંબડી, ધ્રાંગધ્રા, દસાડા, વઢવાણમાં પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં વરલી મટકા, ગંજીપાનાનો જુગાર રમતા 29 જુગારીયાઓ ઝડપાયા હતા.

સુરેન્દ્રનગર એલસીબી પી આઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલ ટીમના કુલદીપભાઈ, અજયવીરસીંહ, સંજયભાઈ સહિતનાઓને ઢોકળવા ગામે આવેલ રાયધનભાઈ કોળી વાડીના શેઢે ઓરડીની પાસે રમાતા જુગારની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં રાયધન મોહનભાઈ જાદવ, વાઘા ભોળાભાઈ કોઠારીયા, ભલા અમરાભાઈ પરમાર, પૃથ્વીરાજ વલકુભાઈ ખાચર, વિપુલ રાયધનભાઈ જાદવ અને અમરશી રણછોડભાઈ મકવાણા ગંજીપાનાનો જુગાર રમત પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 30,500, રૂપીયા 15,500ના 4 મોબાઈલ સહિત રૂપીયા 46 હજારનો મુદ્દામાલ જપ્ત કરી નાની મોલડી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે વઢવાણ પોલીસના એ.વી.દવે, દીપકભાઈ, કેસરસીંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન દોદરકોઠા પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અનીલ દીલીપભાઈ આજોલા, વિજય હકાભાઈ મકવાણા, મહેશ જેરામભાઈ વાઘેલા, વિપુલ વીરસીંગભાઈ ઝીંઝુવાડીયા, અજય રાજુભાઈ ધાંધ્રેશા, અજીત ધનજીભાઈ સાતોલા, જયંતી ઈશ્વરભાઈ દેથળીયા અને રણજીત ભોપાભાઈ મારૂણીયા રોકડા રૂપીયા 13,230, રૂપીયા 20,500ના 5 મોબાઈલ સહિત રૂપીયા 33,730ની મત્તા સાથે પકડાયા હતા. બીજી તરફ લીંબડી એએસઆઈ બી.જે.સોલંકી સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન આઝાદ ચોક પાસે લીંબડાના ઝાડ નીચે બેસેલો વ્યકિત શંકાસ્પદ લાગતા તપાસ કરાઈ હતી. જેમાં બાહેલાપરામાં રહેતો હીરેન સુરેશભાઈ પટેલ મોબાઈલમાં વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો. આ શખ્સ પાસેથી રોકડા રૂપીયા 430 અને રૂપીયા 5 હજારનો મોબાઈલ કબજે કરી પુછપરછ કરતા તે આંકડા બલવીરસીંહ નામના શખ્સ પાસે કપાવતો હોવાનું ખુલતા બન્ને સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આરંભી છે. આ ઉપરાંત લખતર પોલીસની ટીમે સદાદ ગામે આવેલ વાડીમાં જુગારની રેડ કરી હતી.

જેમાં પ્રકાશ ઠાકરશીભાઈ સાકરીયા, મુકેશ પરસોત્તમભાઈ ભુત, દશરથસીંહ ઉર્ફે પીન્ટુ સજુભા રાણા, ભાવેશ ઉર્ફે ગેલો મનસુખભાઈ આહજોલીયા, ગૌતમ જયંતીભાઈ વરમોરા, રમણીક ડાયાભાઈ વરમોરા રોકડા રૂપીયા 11,640 સાથે ઝડપાયા હતા. અને લખતરના ભાસ્કરપરા ગામે જુગાર રમતા રોહીત દયારામભાઈ કુકડીયા, કીશન બળદેવભાઈ રેથળીયા અને રાજુ મફાભાઈ ઓગણીયા રોકડા રૂપીયા 4,130 સાથે ઝડપાયા હતા. જયારે નાની મોલડી પોલીસ ટીમને ઢોકળવા ગામે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વિનુ હરજીભાઈ ધરજીયા, ગોવિંદ અમરાભાઈ ડાભી, છગન હરજીભાઈ ધરજીયા અને મહેશ ગોવિંદભાઈ સતાણી ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 10,590 સાથે પકડાયા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રાના ત્રીકોણીયા બાગ પાસે નવયુગ સીનેમા સામે વરલી મટકાનો જુગાર રમતો કાના જીવાભાઈ ધામેચા રોકડા રૂપીયા 1420 સાથે પકડાયો હતો. બીજી તરફ દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે વરલી મટકાનો જુગાર રમતો ઈશુભા બેચુભા ઝાલા રોકડા રૂપીયા 330 સાથે ઝડપાયો હતો.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here