દેશના ગૃહ પ્રધાન અને સહકાર મંત્રીએ નવી સ્થાપીત 10 હજારથી વધુ બહુહેતુક પ્રાથમીક કૃષિ સહકારી મંડળીઓ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી રાષ્ટ્રને સમર્પીત કરી હતી. આ કાર્યક્રમની સાથે સાથે સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનીક મહાનુભાવો વર્ચ્યુઅલી કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમમાં જોડાયા હતા.
આ તકે જિલ્લામાં 1573 મંડળીઓને પેકસ સાથે જોડવામાં આવી છે.દેશના સહકારી ક્ષેત્રના વિકાસને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સહકાર મંત્રાલયની સ્થાપના રી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમીત શાહે બુધવારે 10 હજારથી વધુ નવી સ્થાપીત બહુહેતુક પ્રાથમીક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી રાષ્ટ્રને સમર્પીત કરી હતી. આ કાર્યક્રમની સાથે સાથે સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કિરીટસીંહ પરમાર, ડેરીના ચેરમેન નરેશભાઈ મારૂ, ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન હરદેવસીંહ પરમાર, ડેરીના પુર્વ ચેરમેન બાબાભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો વર્ચ્યુઅલી જોડાયા હતા. આ તકે જિલ્લાની 1543 મંડળીઓને પેકસ (પ્રાથમીક કૃષી ઋણ સમીતી) સાથ જોડવામાં આવી હતી. જયારે 71 મંડળીઓને પેકસના માધ્યમથી કોમન સર્વીસ સેન્ટરની રચના કરાઈ છે. જેમાં 17 ઓનલાઈન સેવાઓ શરૂ કરાઈ છે. આ તકે નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો અને માઈક્રો એટીએમનું વીતરણ કરાયુ હતુ.