Home Surendranagar Surendranagar: ઘઉં, ચોખા, ખાંડમાં વધ-ઘટનો ખેલ ધ્યાને આવતા દંડ ફટકાર્યો

Surendranagar: ઘઉં, ચોખા, ખાંડમાં વધ-ઘટનો ખેલ ધ્યાને આવતા દંડ ફટકાર્યો

Surendranagar: ઘઉં, ચોખા, ખાંડમાં વધ-ઘટનો ખેલ ધ્યાને આવતા દંડ ફટકાર્યો

ચોટીલા નાયબ કલેકટરે તાલુકાની વીવીધ સસ્તા અનાજની દુકાનો પર આકસ્મીક ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ઘઉં, ચોખા, ખાંડ જેવા માલની વધ-ઘટ ધ્યાને આવી હતી. તથા નીયમો મુજબની કાર્યવાહી ન હોવાથી દુકાનદારોને દંડ ફટકારાયા છે.

ચોટીલા નાયબ કલેકટર તરીકે એચ.ટી.મકવાણાની નીમણુંક બાદ તેઓ ખનીજ માફીયાઓ પર સપાટો બોલાવી રહ્યા છે. ખાસ કરીને રાતના સમયે ચેકીંગ હાથ ધરીને ઓવરલોડ અને પાસ-પરમીટ વગર દોડતા ડમ્પરોને સીઝ કરી રહ્યા છે. બીજી તરફ તેઓએ સસ્તા અનાજની દુકાનો પર આકસ્મીક ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં તાલુકાના ઢોળકવા, દેવપરા અને ખેરાણામાં સસ્તા અનાજની દુકાનોએ તપાસ કરાઈ હતી. દેવપરા ગામે ભરતભાઈ માવજીભાઈ બાવળીયાની દુકાને 87 કિલો ઘઉંની વધ, 61 કિલો ચોખાની ઘટ, 46 કિલો ખાંડની ઘટ ધ્યાને આવી હતી. જયારે ખેરાણામાં હરેશભાઈ વીનુભાઈ ધાધલની દુકાને 70 કિલો ઘઉંની ઘટ, 36 કિલો ચોખાની વધ અને 28 કિલો ખાંડની ઘટ અને 3.2 કિલો તુવેરદાળની ઘટ મળી આવી હતી.

જયારે ઢોકળવા ગામે જયરાજભાઈ શાંતુભાઈ ખાચરની દુકાને 40 કિલો ઘઉંની ઘટ, 2 કિલો ચોખાની ઘટ અને 8 કિલો મીઠાની ઘટ આવી હતી. સરકારી નીયમ મુજબ જથ્થાની ર ગણી રકમનો દંડ તેઓને ફટકારાયો છે. આ ઉપરાંત દુકાનદાર દ્વારા રેશનકાર્ડ ધારકોને કુપન ન આપવી, ભાવ-જથ્થાનું બોર્ડ ન રાખવુ, પીળા કલરની ફરિયાદ પેટી ન રાખવી, જણસીના નમુના પ્રદર્શનમાં ન મુકવા, ફોટા સાથેનું એફપીએસ હોલ કેસનું બોર્ડ ન રાખવુ, દુકાનમાં સ્વચ્છતાનો અભાવ જેવી ક્ષતીઓ ધ્યાને આવી હતી. દેવપરામાં આવેલ દુકાને તો હજુ સુધી કુપન કાઢવા પ્રીન્ટર પણ રખાયુ ન હતુ. બીજી તરફ ખનીફ માફીયાઓની જેમજ એફપીએસ ચોટીલા નામનું વોટસએપ ગ્રુપ બનાવી તેમાં અધીકારીઓની રેકી કરી તેઓના લોકેશન ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here