પાટડી તાલુકાના ખેરવા ગામે અસામાજીક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર કરાયેલા 3 બાંધકામ 100 કલાકની કામગીરી હેઠળ દૂર કરાયાના મહિનામાં જ ફરીથી બાંધકામ ચાલુ કરતા સરપંચે બાંધકામ અટકાવી ફરીયાદ દાખલ કરવાની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકાના ખેરવા ગામે ઇનાયાતખાન રહીમખાન મલેક દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હતુ.જે પોલીસે 100 કલાકની કામગીરી હેઠલ અસામાજીક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી હતી એ અંતર્ગત બજાણા પોલીસની હાજરીમાં 3 આવા દબાણો દૂર કર્યા હતા.પરંતુ હજી દબાણ દૂર કર્યાને એક મહિનો પણ નથી થયો ત્યાં ફરીથી આ શખ્સ દ્વારા દબાણ દૂર કરાયેલી સરકારી જગ્યા ઉપર ફરીથી ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ શરૂ કરી દીધુ છે.જેથી ખેરવાના સરપંચ જીગ્નેશભાઇ રાઠોડ દ્વારા બજાણા પોલીસ સ્ટેશન આ શખ્સ સામે અને બાંધકામ કરનાર કડીયાને મદદગારીમાં લઇ બધા સામે ગુનો દાખલ કરી તાત્કાલીક આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લેખીત રજૂઆત કરી પાટડી મામલતદાર અને ટી.ડી.ઓ.ને પણ જાણ કરી છે.હવે તંત્ર દ્વારા સરપંચની રજૂઆત બાદ શું કાર્યવાહી કરાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
[ad_1]
Source link

