પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન મન યોજના (પીએમ જનમન) સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક અને આર્થિક રીતે પછાત પઢાર અને સીદીકી સમુદાયો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના થકી, જિલ્લાના રણોલ, ગેડી, આનંદપર, પરનાળા, પરાલી, જસમતપર, નાની કઠેચી અને રાણાગઢ જેવા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ૫૧૨ લાભાર્થીઓએ બેંક ખાતા ખોલાવી, સરકારની સીધી સહાયનો લાભ મેળવવાનું શરૂ કર્યું છે.
(PMJJBY) દ્વારા ૭૯૪ લાભાર્થીઓને નજીવા પ્રીમિયમે વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું
અગાઉ, બેંક ખાતાના અભાવે આ સમુદાયના લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેતા હતા. પીએમ જનમન યોજના હેઠળ બેંક ખાતા ખોલવામાં આવતા, હવે તેઓ સરકારી સહાય સીધી તેમના ખાતામાં મેળવી શકે છે, જે તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે. પીએમ જનમન યોજના માત્ર બેંક ખાતા ખોલવા પૂરતી સીમિત નથી, પરંતુ તે વ્યાપક આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ યોજના અંતર્ગત, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) દ્વારા ૭૯૪ લાભાર્થીઓને નજીવા પ્રીમિયમે વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
ખેડૂત લાભાર્થીઓને રૂ.૧.૯૬ લાખની KCC સહાય પણ આપવામાં આવી છે
આ વીમા કવચ અણધારી ઘટનાઓ સામે પરિવારોને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. આ ઉપરાંત, અટલ પેન્શન યોજના (APY) હેઠળ ૮૨ લાભાર્થીઓને નિયમિત પેન્શન મળવાની શરૂઆત થઈ છે, જે વૃદ્ધાવસ્થામાં તેમને આર્થિક સધ્ધરતા પૂરી પાડે છે. ખેડૂતો માટે પણ આ યોજના ફાયદાકારક સાબિત થઈ છે. જોકે આ વિસ્તારમાં ૯૦% લોકો રોડ બાંધકામ અને મજૂરી સાથે સંકળાયેલા છે અને માત્ર ૧૦% જ ખેતી કરે છે, તેમ છતાં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના હેઠળ ૯૯% ખેડૂતો પહેલેથી જ કિસાન ક્રેડીટ કાર્ડ – KCC ધરાવે છે. બાકીના ૧% લોકોએ સપ્ટેમ્બર પહેલાં KCC રિન્યુ કરાવ્યા હતા અને ત્યારબાદ બે ખેડૂત લાભાર્થીઓને રૂ.૧.૯૬ લાખની KCC સહાય પણ આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પઢાર અને સીદીકી સમુદાયના લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો
પીએમ જનમન યોજનાના આ સફળ અમલીકરણથી સુરેન્દ્રનગર જિલ્લાના પઢાર અને સીદીકી સમુદાયના લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. બેંક ખાતા, વીમા કવચ, પેન્શન યોજના અને KCC જેવી સુવિધાઓ મળવાથી તેઓ વધુ સારી રીતે જીવન જીવી રહ્યા છે. આ સફળતા દર્શાવે છે કે સરકારની યોગ્ય નીતિઓ અને સમુદાયના સહકારથી સમાજના દરેક વર્ગને વિકાસની તકો મળી શકે છે.
[ad_1]
Source link