રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નગરપાલિકાઓ/ તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે.
ઓનલાઈન પણ માહિતી મળી શકશે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન અને મતગણતરીના દિવસોએ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય ખાતે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબરો ૦૭૯ ૨૩૨૫૨૦૭૨/૭૩, ૦૭૯ ૨૩૨૫૮૭૦૬ તથા ઈ-મેઈલ એડ્રેસ sec-sec@gujarat.gov.in ઉપર જરૂરી માહિતી મેળવી શકાશે.
અધિકારીઓના ટેલિફોન નંબર જાહેર કરાયા
તદુપરાંત રાજય ચૂંટણી આયોગના અધિકારીઓના ટેલીફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ રાજય ચૂંટણી કમિશનર – ટેલી.નંબર: ૦૭૯ ૨૩૨૫૨૮૮૮, ૦૭૯ ૨૩૨૫૨૩૨૭, સચિવ ટેલી.નંબર: ૦૭૯ ૨૩૨૫૨૩૨૬,૦૭૯ ૨૩૨૫૨૧૪૯, સંયુકત કમિશનર ટેલી.નંબર: ૦૭૯ ૨૩૨૫૨૧૪૬, સંયુક્ત ચૂંટણી કમિશનર ટેલી.નંબર: ૦૭૯ ૨૩૨૫૨૧૪૭, નાયબ ચૂંટણી કમિશનર ટેલી.નંબર: ૦૭૯ ૨૩૨૫૨૧૪૮ છે.