જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે તા.૨૬ જાન્યુઆરી, ‘પ્રજાસત્તાક પર્વ’ જિલ્લાકક્ષાની ઉજવણી સંદર્ભે એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ, વિવિધ સરકારી ઈમારત પર રોશની કરવા, કાર્યક્રમ સ્થળે સાફ-સફાઈ, ફાયર, આરોગ્ય, પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, ટેબ્લો નિદર્શન સહિતના આયોજન અંગે માહિતી મેળવી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
વિવિધતામાં એકતાની ઝલક જોવા મળસે
મુળી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ સાથે વિવિધતામાં એકતાની ઝલક જોવા મળે તે રીતે વિશેષ સાંસ્કૃત્તિક કૃત્તિ પણ રજૂ થશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પરેડ અને વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જરુરી સૂચન કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.ગિરીશ પંડ્યા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source link